News of Friday, 9th August 2024
કોંગ્રેસનો નગારે ઘાઃ મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ
પ્રસ્થાન સમયે જાહેરસભામાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારોઃ ઝૂલતા પુલના હતભાગી પરિવાર, તથા જીજ્ઞેશ મેવાણી, પાલભાઇ આંબલીયા, લાલજી દેસાઇ, અમિત ચાવડા, જેનીબેન ઠુંમર, લલીતભાઇ કગથરા, ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિતના ઉપસ્થિત

(પ્રવિણ વ્યાસ /જયેશ ભટાસાણા દ્વારા) મોરબી/ ટંકારા, તા. ૯ : ગુજરાત ન્યાય પદયાત્રાનો મોરબીથી ગાંધીનગર જવા માટે પ્રસ્થાન થયું હતું. મોરબીના દરબારગઢ ચોકમાં જાહેરસભા યોજાઇ હતી.
પ્રસ્થાન વેળાએ ઝુલતા પુલના હતભાગી પરીવાર જીગ્નેશ મેવાણી - ધારાસભ્ય, પાલભાઈ આંબલીયા - ગુજરાત કોંગ્રેસ કિશાન મોરચા પ્રમુખ, લાલજી દેસાઈ - રાષ્ટ્રીય સેવા દળ પ્રમુખ, જેનીબેન ઠુમર - પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહીર - પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ, વિમલ ચુડાસમા - ધારાસભ્ય સોમનાથ, અમિત ચાવડા - વિધાનસભા વિરોધ પક્ષ નેતાન્, લલિત કગથરા ઋત્વિક મકવાણા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ પિરઝાદા વિગેરે આગેવાનોની હાજરીમાં સભા યોજાઈ હતી અને ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીને સજા થયેલ નથી જેથી કરીને દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળે, તેઓને પૂરતું વળતર મળે અને આરોપીઓને સજા મળે તેવી માંગ સાથે આ ગુજરાતની ન્યાય યાત્રાને અહીંથી શરૂ કરવામાં આવી છે જે આગામી તા ૨૩ ના રોજ ગાંધીનગર ખાતે પહોચશે.
કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ૅગુજરાત ન્યાય પદયાત્રૉ શરુ કરવામાં આવી છે જેમા વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવના ભોગ બનેલા પરિવારોને ન્યાય આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને આ ગુજરાત ન્યયા યાત્રાનો આજે મોરબી થી પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પ્રગતિબેન આહીર, અમીબેન, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માજી ધારાસભ્ ગુજરાત પ્રદેશ સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા સહિતના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ઝુલતાપુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ છે કે, ભાજપના ભ્રષ્ટાચારના લીધે આ ઘટનાઓ બનેલ છે જેથી ભોગ બનેલા પરિવારો ન્યાય માટો રજડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનીને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને પિડીત પરિવારોને ન્યાય અપાવશે. માજી ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણાએ કહ્યુ હતુ કે ગુજરાતમાં અધિકારીઓ અને કર્મચારીઓનો આત્મા મારી ગયો છે. આ ન્યાય યાત્રા મોરબીથી કાલે સવારે નવ વાગ્યે ઝૂલતા પુલનો દરબાર ગઢ પાસેનો જે છેડો છે ત્યાંથી શરૂ કરવામાં આવી હતી અને આ યાત્રા મોરબીથી પ્રસ્થાન કરીને ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થી ગાંધીનગર ખાતે ૩૦૦ કિલો મિટરનું અંતર કાપીને પહોચશે અને ત્યાં યાત્રાનું સમાપન થશે. આ યાત્રામાં ક્રમશઃ સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસનાં તમામ જીલ્લા અને શહેર પ્રમુખઓ સહિતના કોંગ્રેસનાં સૈનિકો જોડાશે તેવું આયોજન હાલમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જે દુર્ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે તેમાં સૌથી વધુ લોકો મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હોમાયા હતા જેથી કરીને આ યાત્રાનું પ્રસ્થાન મોરબીથી કરવામાં આવી રહ્યું છે. અને જે લોતોના જીવ ગયેલ છે તેમના પરિવારજનોને આજે પણ ન્યાય મળેલ નથી જેથી મોરબીથી ન્યાય માટે આ યાત્રા કાઢવામાં આવી છે. અને કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં બનેલ ઘટનામાં લોકોને ન્યાય અપાવવા માટે જો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડે, વિધાનસભા કે સંસદમાં અવાજ ગુંજતો કરવો પડે તો તેના માટે અમે લોકો તૈયાર છીએ અને આ ઘટનાઓમાં પીડિત પરિવારોની માંગ મુજબ પ્રમાણિક, નિષ્પક્ષ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, અને પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવશે.
મોરબી ક્રાંતિ સભા સંબોધન માં જણાવ્યું કે રાજકોટ માં સંવેદના સભા અને ગાધીનગર ન્યાય સભા સંબોધશે
લાલજી દેસાઈએ ઉમેર્યું હતું કે, ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનાસભા, સુરેન્દ્રનગરમાં આઝાદીસભા, વિરમગામમાં અધિકારસભા અમદાવાદમા સંવિધાનસભા અને ગાંધીનગરમા ન્યાયસભા યોજવામાં આવશે અને ગામેગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
