News of Wednesday, 24th July 2024
માણાવદર પંથકમાં કલેકટરે અસરગ્રસ્તોની પુર પાણીમાં જઇ મુલાકાત લીધી
પુર પાણી ઓસરતા લોકો તેમના ઘરે પાછા ગયા

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા., ર૪: માણાવદર પંથકમાંઅતિ ભારે વરસાદના પગલે થયેલા પુર અસરગ્રસ્તોથી ૧ર૦૦ નાગરીકોનું સ્થળાંતર કરાયું તંત્ર ખડેપગે છે. હાલ શહેરમાં પુર પાણી ઓસરતા અસરગ્રસ્તો તેના ઘરે પાછા ફર્યા છે. તાલુકાની સ્થિતિનો તાગ મેળવવા જાગૃત અને જનહિતકારી કલેકટરશ્રી રાણાવસીયા, માણાવદર શહેર તથા તાલુકાના ગામડાની મુલાકાત લીધી હતી. કોડવાવ ગામે પણ મદદ માંગનારને પુર પાણીમાં મદદ કરવાની સુચના આપી હતી તેને મદદ મળી કે કેમ? તેની મુલાકાત કરી રોડ રસ્તા તથા તમામ લાગતા વળગતા તંત્રને સુચના આપી હતી. શહેરના રીવરફન્ટની મુલાકાત કરી હતી. બાંટવા ખારા ડેમ તથા બાંટવા સોમનાથ સોસાયટી રહીશો વેપારીની મુલાકાત કરી યોગ્ય સુચના આપી સ્થાનીક અધિકારીઓ તંત્રને પરિસ્થિતિ પુર્વવત કરવા તથા તત્કાળ યોગ્ય પગલા ભરવા સુચના આપી હતી. પુર પાણી વચ્ચે પણ નાગરીકોની મુલાકાત લઇ જનતાના દિલ જીતી લીધા હતા. લોકો સાથે પરિવારની જેમ વાતચીત કરી તંત્ર પ્રજા સાથે છે તે પ્રસ્થાપીત કર્યુ છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
