<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

વિંછીયાના ભોંયરા ગામે બંધ મકાનમાંથી સગીરાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

સેંજલ બાંભવાએ બકરા ચારવા જવાની ના પાડતા માતા-પિતાએ ઠપકો આપતા જીવ દઇ દિધો

તસ્‍વીરમાં સગીરાનો લટકતો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીર : નરેશ ચોહલીયા જસદણ)

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૧૮ :.. વિંછીયાના ભોંયરા ગામે સગીરાની ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું ખુલ્‍યું છે.

મળતી વિગતો મુજબ વીંછીયા તાલુકાના ભોંયરા ગામે રહેતી સેજલબેન માત્રાભાઈ બાંભવા(ઉ.વ.૧૪) નામની સગીરાનો તેના મકાનની બાજુમાં અવાવરૂ બંધ હાલતમાં પડેલા મકાનમાંથી ગળેફાંસો ખાધેલી શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં અંગે ગામ લોકોને જાણ થતાં તાત્‍કાલિક વીંછીયા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી વીંછીયા પોલીસ મથકના દિલીપભાઈ માલકીયા સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને લાશને વીંછીયાની સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં સગીરાનો મળતદેહ જ્‍યાં લટકતો હતો ત્‍યાં મળતકના બન્ને પગ જમીન સાથે અડી ગયેલા હોય  તેવું નજરે પડ્‍યું હતું. જેના કારણે પોલીસને અનેક શંકાઓ સામે આવી હતી. વધુમાં પોલીસ તપાસ દરમિયાન મળતદેહની બાજુમાં પુરાવાનો નાશ કરવા માટે સાવરણીથી વાળવામાં પણ આવેલું હોવાનું જાણવા મળ્‍યું હતું. આ બનાવમાં પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મળતકના પરિવારને બોલાવી નિવેદનો લઈ હાલ એડીનો ગુન્‍હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ આપઘાત કરનાર સેંજવલે ગઇકાલે બકરા ચારવા જવાની ના પાડતા માતા-પિતાએ ઠપકો આપતા લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્‍યું છે.

(11:05 AM IST)