News of Wednesday, 17th July 2024
ઘાંટવાડના રૂદ્રેશ્વર મહાદેવ મંદિરે વિશ્વનુ સૌથી ઉચું ૧૫૩ ફુટનું ત્રિશુલનું સ્થાપન
ક્રેઇન મારફત ઉભુ કરાયું: વિગતો આપતા પૂ.ઇન્દ્રભારતીબાપુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭: ગિરસોમનાથ જીલ્લાના કોડિનાર પાસે આવેલ ઘાંટવડના રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ૧૫૩ ફુટના ઉંચા ત્રિશુલનું ગુપ્ત નવરાત્રીના આઠમાં નોરતે સ્થાપન કરવામાં આવ્યું છે.
શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ.ઇન્દ્રભારતીબાપુએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે પૂ.ગુરૂદેવ પ્રેમભારતી બાપુ એ તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં નદીના કિનારે રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે. ૧૩૨ ફુટના થાંભલા પર ૨૧ ફુટનું ત્રિશુલ બનાવાયું છે. કુલ ઉંચાઇ ૧૫૩ ફુટની છે.
પૂ.ભાઇએ વધુમાં જણાવેલ કે આ ત્રિશુલનું વજન ૪૫૦ કિલો છે. તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે.કુલ વજન ૨૨૦૦ કિલો છે. જમીન પર ૧૫×૧૫નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે. અને તેમના ૫×૫ના કોલમ બનાવાયા છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ એક મહિનો ચાલ્યુ હતું. ૧૦૦ વર્ષ સુધી મજબુતી યથાવત રહે. તે પ્રકારનું કામ કરવામાં આવ્યુ છે આ ત્રિશુલની સ્થાપના થતા જ લોકો દર્શન માટે ઉમટી પડયા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
