<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

મોરબીમાં બ્રહ્મસમાજની દીકરીઓ માટે જયા પાર્વતી જાગરણનું આયોજન કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા જ્યા પાર્વતીના વ્રત રાત્રી જાગરણ નિમિતે તા. ૨૩ને મંગળવારે રાત્રે ૧૦ : ૩૦ થી શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે જ્યાં પાર્વતી રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે.

 જેમાં દાંડિયારાસ, રમત ગમત તેમજ ફરાળી નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે જેથી રાત્રી જાગરણ નિમિતે બ્રહ્મ સમાજની દીકરીઓને સહ પરિવાર પધારવા શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(12:45 AM IST)