News of Thursday, 11th July 2024
ગોંડલના ભુણાવા પાસે ૧૩૬૩ બોટલ દારૂ ભરેલ છોટાહાથી પકડાયુ
ચાલક ગોંડલના વિજય પરમાર તથા પાર્થ ઉર્ફે ગુડુ ડાભીની ૭.૭૬ લાખના મુદામાલ સાથે ધરપકડઃ બેના નામ ખુલ્યા

રાજકોટ તા.૧૧: ગોંડલ તાલુકા પોલીસે ભુણાવા ગામની સીમમાં મોટા મહીકા જવાના રસ્તે વોચ ગોઠવી વિદેશી દારૂની ૧૩૬૩ બોટલ દારૂ ભરેલી છોટાહાથી પકડી પાડી ચાલક ગોંડલના વિજય પરમાર તથા પાર્થ ઉર્ફે ગુડુ ડાભીને ૭.૭૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બન્ન઼એ આ દારૂનો જથ્થો રાજુ ભીખાભાઇ પરમાર તથા ભાવેશ દુધરેજીયાએ છોટાહાથીમાં ભરાવી જતા રહયાની કબુલાત આપતા પોલીસે બંન્નેની શોધખોળ હાથધરી છે. વધુ તપાસ પી.એસ.આઇ આર.આર. સોલંકી ચલાવી રહયા છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
