<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભાટસીમરોલી ગામે સસરાનો પુત્રવધૂ પર બળાત્કાર

પતિ મદદગારી કરતો હોવાનો આક્ષેપ : પિતા પુત્રની ધરપકડ કરતી કેશોદ પોલીસ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૧: તાલુકાના ભાટસીમરોલી ગામે રહેતાં સુનીતાબેન મનીષભાઈ ચુડાસમાએ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી કે પોતાના જ સસરા ઘરકામ બાબતે ખોટાં મેણાટોણા મારી માનસિક ત્રાસ આપી એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હોય જે બાબતે કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને પોતાના પતિ પણ મારા સસરાને મદદગારી કરી ધમકીઓ આપે છે.

કેશોદ પોલીસે ફરિયાદી સુનીતાબેન મનીષભાઈ ચુડાસમાનું નિવેદન નોધી મનીષભાઇ કાળુભાઇ ચુડાસમા અને કાળુભાઇ બાબુભાઇ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી બન્ને પિતા પુત્રની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

લગ્ન એક વર્ષ પહેલાં જ મનીષભાઈ કાળુભાઈ ચુડાસમા સાથે થયા હતાં અને બન્ને પતિ પત્ની પોતાના સસરા કાળુભાઈ બાબુભાઈ ચુડાસમા થી અલગ રહેતાં હોય ત્યારે પતિની ગેરહાજરીમાં બળાત્કાર ગુજાર્યો હોવાની હકીકત કેશોદ પોલીસ સમક્ષ વર્ણવી હતી.

કેશોદ પોલીસ દ્વારા તબીબી તપાસ સહિત તમામ પુરાવાઓ એકત્રિત કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

(1:27 PM IST)