News of Sunday, 30th June 2024
મોરબી બાર એસો દ્વારા સોમવારે નવા કાયદાની સમજણ આપવા સેમીનાર યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સરકાર દ્વારા નવા કાયદાઓ લાગુ કરવાના આવનાર છે ત્યારે નવા કાયદાની સમજણ આપવા માટે મોરબી બાર એસો દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી બાર એસોની યાદીમાં જણાવ્યા અનુસાર નવા કાયદા સમજવા માટે લીગલ સેમીનાર મોરબી બાર એસો દ્વારા રાખવામાં આવેલ છે તા. ૧ જુલાઈના રોજ બપોરે ૨ કલાકે બાર એસો રૂમ, મોરબી કોર્ટ બિલ્ડીંગ ખાતે સેમીનાર યોજાશે જેમાં મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને સીનીયર એડવોકેટ દ્વારા નવા કાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવશે જેથી તમામ વકીલોએ હાજર રહેવા બાર એસો પ્રમુખ દિલીપ અગેચણીયાની યાદીમાં જણાવ્યું છે
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
