<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ધ્રોલમા ફુલ જેવી બાળકીને સાપ કરડી જતા દુઃખદ મૃત્યુ થતા અરેરાટી

સ્કુલનાં પહેલા દિવસે સ્કુલે જતા તેના ઘરના પાછળનાં ભાગે સાપ કરડી જતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્ય થયુ

ધ્રોલમા ફુલ જેવી બાળકીને સાપ કરડી જતા દુઃખદ મૃત્યુ થતા અરેરાટી ફેલાઈ છે,સ્કુલનાં પહેલા દિવસે સ્કુલે જતા તેના ઘરના પાછળનાં ભાગે સાપ કરડી જતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્ય થયુ હતું

   ધ્રોલના વાગુદડ રોડ પર આવેલ જુના રેલવે ટેશન પાસે નેન્સી રાજુભાઈ ટોયટા ઉ.મ. 7 વર્ષની ફૂલ જેવી બાળકી ને સાપ કરડી જતા મૃત્યુ થયુ છે. નેન્સી ગઈકાલે જ પહેલા ધોરણમાં ભણવા ગઈ હતી. આજે પહેલા જ દિવસે સ્કૂલે જતા તેને સાપ કરડ્યો અને તાત્કાલીક તેને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાય હતી,જ્યાં તેનું દુઃખદ મૃત્યુ નિપજતા પરિવારમાં આક્રંદ ફેલાય ગયો હતો. (સંજય ડાંગર, ધ્રોલ)


 

(10:34 PM IST)