News of Thursday, 20th June 2024
વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારી પરીવાર બરબાદ : ગોંધી રાખી માર માર્યો
રેસ્ટોરન્ટમાં ધામા નાખતા બંધ કરવાની નોબત આવી : તારે મરવું હોય મરી જા મારૂ નામ લખતો જાજે હું કોઈથી ડરતો નથી : તારા પરીવાર ને જાનથી હાથ ધોવા પડશે : ૧૨ ટકા થી ૩૦ ટકા વ્યાજ દરરોજ ૪૦૦૦ લેખે ઉધરાણું મુદત કરતા વધારે વ્યાજ ચુકવાયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: વેરાવળ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારી પરીવાર બરબાદ થઈ ગયેલ છે વેપારીને લઈ જઈ ગોંધી રાખી માર મારેલ હતો તેમજ રેસ્ટોરન્ટ બંધ કરેલ છે વ્યાજખોરો ખુલ્લેઆમ કહે છેકે તું દવા પી ને મરી જા અમારૂ નામ લખાવજે તારા પરીવારને પણ જાનથી હાથ ધોવા પડશે ખુલ્લેઆમ ૧૨ થી ૩૦ ટકા વ્યાજ ઉઘરાવતા વ્યાજખોરો દરરોજ ૪૦૦૦ લેખે ઉઘરાણું કરેલ છે મુદ્દલ કરતા વધારે વ્યાજ ચુકવાયું છે પત્ની તેમજ તેના દોઢ વર્ષ ના બાળકને જાનથી મારી નાખવાની ધમકી મળતા પરીવારમાં ડર વ્યાપતા ધંધો બંધ કરીને ગામ છોડી જવાની નોબત આવેલ છે પોલીસમાં ફરીયાદ થતા ભારે ચકચાર મચેલ છે.
૮૦ ફુટ રોડ ઉપર ગામઠી રેસ્ટોરન્ટના અમીત કમલેશભાઈ જોષી એ પોલીસને લેખીત માં જણાવેલ હતું કે નવા રબારી વાડામાં રહેતા રેયોન રોડ ઉપર સોરઠ ડેરીના માલીક અશોકભાઈ શીવાભાઈ મુછાડ પાસેથીજરૂર પડતા એક વર્ષ પહેલા રૂા.૬,૪૦,૦૦૦ વ્યાજે લીધેલ હતા તેને દરરોજ ના રૂા. ૩૦૦૦ રોકડા અથવા ઓન લાઈન ચુકવતો હતો અત્યાર સુધીમાં ૮ લાખ રૂપીયા ચુકવી આપેલ છે મારી મોટરકાર તેને આપેલ છે બે કોરો ચેક આપેલ છે હજુ વ્યાજ આપવા દરરોજ દબાણ કરે છે તું દવા પી જા મારૂ નામ લખતો જાજે હું કોઈથી ડરતો નથી તારે મને પુરે પુરૂ વ્યાજ અને રૂપીયા આપવાજ પડશે નહીં તને અને તારા પરીવારને જાનથી હાથ ધોવા પડશે વ્યાજ લેવા માટ ફોનમાં તેમજ રેસ્ટોરન્ટમાં આવી દબાણો કરે છે.
નવાપરાના ગોપાલભાઈ મકવાણા પાસેથી ત્રણ માસ પહેલા રૂા.૨,૫૦,૦૦૦ ૧૨ટકા લેખે લીધેલ હતા જેની ૩૩૦૦૦ જેટલી રકમ ચુકવેલ છે તેની પાસે મારો અને મારા પત્નીનો કોરો ચેક છે તે પણ વ્યાજ માટે દબાણ કરી દુઃખ ત્રાસ આપે છે.
વેરાવળ બાયપાસ યમુના માર્કેટ સામે પીયુષ રાજા રામ પાસે ચાર માસ પહેલા ૧,૭૫,૦૦૦ લીધેલ હતા જેનું માસીક વ્યાજ ૬૦ ટકા દર માસે ૧,૦૫,૦૦૦ દેવાનું અત્યાર સુધી માં ૪,૬૦,૦૦૦ ચુકવી આપેલ છે તે પણ મારા રેસ્ટોરન્ટ ઉપર આવી દુઃખ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
વાણંદ સોસાયટીના પીયુષ કરશનભાઈ સોલંકી પાસે કોઈ રકમ લીધેલ નથી તેમ છતા તા.૧૭ ના રોજ મોડી રાત્રે આવી તું તારૂ સ્કુટર લઈ લે અને મને બાયપાસ ઉપર લઈ જઈ ગોધી રાખી માર મારેલ હતો કહેલ કે તારે ગો પાલ ના વ્યાજ સહીત રૂપીયા આપવા પડશે તું મરી જા તો પણ અમારે કંઈ લેવા દેવા નથી અમને કોઈ કંઈ કરી નહી શકે.
૮૦ ફુટ રોડ ઉપરના આ વેપારી વ્યાજ ના ચકકરોમાં સફાઈ જતા પરીવારે ધંધો બંધ કરી ગામ છોડવાની નોબત આવેલ છે જેથી કોઈપણ નિયમો વગર વ્યાજખોરીનો ખુલ્લેઆમ ધંધો કરતા વેપારી તેની પત્ની તથા તેના દોઢ વર્ષના બાળકને જાનથી મારવાની ધમકી આપતા શહેરભર માં ભારે ખળભળાટ મચેલ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
