તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Wednesday, 12th June 2024
પ્રતિકાર રેલી ટાણે ગોંડલ-શહેર-યાર્ડ તથા તાલુકાના સંખ્યાબંધ ગામ બંધ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૨: ગોંડલમાં આજે જૂનાગઢથી દલિત સમાજની રેલી આવી રહી છે. અને મહાસંમેલનનું આયોજન કરાયું છે. ત્યારે ધારાસભ્યના પુત્ર ગણેશભાઇના સમર્થનમાં ગોંડલ સંખ્યાબંધ ગામો બંધ છે.આ અંગે તાલુકાનાં સુલતાનપુરના અને હાલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરે જણાવ્યું કે ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઇ મુશીબતોની વેળાએ લોકોની પડખે ઉભા રહ્યા છે. જેનો અનેક દાખલા છે. ત્યારે ધારાસભ્યનાં પરિવારને નિશાન બનાવી રેલી તથા સંમેલનના આયોજન સામે ગણેશભાઇના સમર્થનમાં ગોંડલ તાલુકાનાં સંખ્યાબંધ ગામડાઓ સ્વેચ્છાએ બંધ પાળીને ગણેશભાઇને સમર્થન આપ્યું છે. ગણેશભાઇ જાડેજાના સમર્થનમાં ગોંડલનું માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહ્યું છે. કમિશન એજન્ટ એસોસિએશન, મજુર યુનિયન અને વેપારી મંડળ દ્વારા આજે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઇના સમર્થનમાં યાર્ડના ધંધા રોજગાર અને હરરાજી બંધ રખાયા છે.
આ ઉપરાંત ગોંડલ, સુલ્તાનપુર, કોલીથડ, દરેડી (કુભાજી), રાણસીકી, જામવાડી સહિતના સંખ્યાબંધ ગામો બંધ રહ્યા છે.
ગોંડલનું નાગડકા ગામ ખુલ્લુ રહ્યું: માત્ર ૨ જ દુકાનો છે
ગોંડલ,તા. ૧૨: ગોંડલમાં આજે દલિત સમાજની રેલી તથા સામાપક્ષે ગણેશભાઇ જાડેજાના સમર્થનમાં સંખ્યાબંધ ગામો બંધ છે.
ત્યારે ગોંડલ તાલુકાનાં નાગડકા ગામ ખુલ્લુ રહ્યું છે. અહીં માત્ર બે જ દુકાનો છે જે બંને દુકાનો ખુલ્લી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
