News of Tuesday, 11th June 2024
બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ખંભાળીયાઃ હકીકત મળેલ કે બાબરભાઇ ગલાભાઇ રબારી, રહે. ધામણીનેશ તા. ભાણવડ વાળો સાકરોઝા તળાવથી દક્ષિણ દિશા બાજુ થોડે આગળ ડુંગરની ભીતમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને હાલમાં તેની આ પ્રવૃતિ ચાલુ હોય રેઇડ કરતા પથ્થરોથી બનાવેલ એક મોટી ભઠ્ઠી હોય જેની બાજુમાં પતરાના ૧૨ બેરલો ૨૦૦ લીટરની ક્ષમતા વાળા મળી આવેલ હોય જે દેશી દારૂ બનાવવાનો આથ્થો લી. ૨૪૦૦ જેટલો જેની કિં. રૂા. ૪૮૦૦ ગણી કાર્યવાહી કરી છે. આ કામગીરી પો.સબ.ઇન્સ. એમ.આર.સવસેટા સે.પો.સબ.ઇન્સ.એન.એન.વાળા, એ.એસ.આઇ ગીરીશભાઇ એ.ગોજીયા, પો. હેડ કોન્સ. કિશોરસિંહ જાડેજા, નારણભાઇ પી. બેલા, હેભાભાઇ બી.વશરા, વિપુલભાઇ હેરભા, શકિતસિંહ ઝાલા, પો.કોન્સ. મનહરસિંહ એન.જાડેજા, વેજાંણદભાઇ ડી.બેરા, અજયભાઇ એ.ભારવાડીયા, જેશાભાઇ ડી.બેરા, પિયુષભાઇ ગંભીર, વુ.પો.કોન્સ. મીનાબેન એચ.નંદાણીયા, પ્રવિણાબેન સી.ચૌહાણ તથા ફોરેસ્ટ ગાર્ડના રામદેવભાઇ આર.કોટાએ કરી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
