<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

કુવાડવામાં ઘરમાં પડી જતાં ૬૫ વર્ષના ચંપાબેન ગોહેલનું મૃત્‍યુ

સારવાર માટે રાજકોટ ખસેડાયા પરંતુ દમ તોડી દીધો

રાજકોટ તા. ૩: કુવાડવામાં ઘરમાં ચાલતી વખતે પડી જતાં વૃધ્‍ધા બેભાન થઇ જતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા ગામ દલિતવાસમાં રહેતાં ચંપાબેન લક્ષમણભાઇ ગોહેલ (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધા સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘરમાં ચાલતી વખતે ચક્કર આવતાં પડી જતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર ચંપાબેનના પતિ હયાત નથી, પુત્ર પણ અવસાન પામ્‍યા છે. પોતે પોૈત્ર સાથે રહેતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વૈભવભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી

(10:59 AM IST)