News of Sunday, 8th November 2026
પોરબંદરના કુછડીગામ વેરણસિમ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્શોને હાર્બર મરીન પોલીસે ઝડપ્યા
બાતમીના આધારે પાંચ જુગારીઓને રોકડા 50 હજારથી વધુના મુદામાલ સાથે દબોચ્યા : બે ની શોધખોળ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર :. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેંદ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા દારૂ/જુગાર પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે ખાસ સુચના કરેલ હોય અને આપેલ સુચના અન્વયે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.કે.કાતરીયા તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના દિનેશ વિરમભાઇ બંધિયા નાઓને બાતમી હકીકત મળેલ કે, પોરબંદર કુછડીગામ વેરણસિમ ચારણઆઇના મંદિર પાસે જાહેરમાં અમુક શખ્શો પૈસા પાના વડે જુગાર રમતા હોય જેથી તુરંત જ હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમો તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોય જેમા પાંચ શખ્શો પકડાઇ જતા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૫૦,૬૦૦/-ના મુદ્દામાલ સાથે પાંચ શખ્શોને પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી કરાવેલ છે..
આરોપીઓ(૧) માલદેભાઈ રામાભાઇ કુછડીયા ઉ.વ.૫૫ રહે.કુછડીગામ વેરણસિમ વાડી વિસ્તાર તા.જી. પોરબંદર (૨) દેવાભાઈ નથુભાઇ ઓડેદરા ઉ.વ.૬૦ રહે. કુછડીગામ જુના બસસ્ટેન્ડ પાસે તા.જી. પોરબંદર (૩) જીતેનભાઈ મુળુભાઇ પાંડાવદરા ઉ.વ.૪૩ રહે. કુછડીગામ વણકરવાસ તા.જી. પોરબંદર (૪) રાજેશ ઉર્ફે રાજુ મુળુભાઇ પાંડાવદરા ઉ.વ.૪૮ રહે. કુછડીગામ વણકરવાસ તા.જી.પોરબંદર (૫) રાણાભાઈ લાખાભાઇ ઓડેદરા ઉ.વ.૨૮ રહે. કુછડીગામ કાદા વિસ્તાર તા.જી. પોરબંદર
(નહી પકડાયેલ) સરમણભાઈ સવદાસભાઇ કુછડીયા રહે. કુછડીગામ વેરણસિમ વાડી વિસ્તાર તા.જી. પોરબંદર
(નહી પકડાયેલ) કેશુભાઈ ખુંટી રહે.ઉધોગનગર વિસ્તાર તા.જી.પોરબંદર
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
પોલીસ ઇન્સ્પેક્ટર સી.કે.કાતરીયા, તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.બી.ડી.વાઘેલા તથા પો.કોન્સ.દિનેશભાઇ વિરમભાઇ બંધિયા તથા પો.કોન્સ.કરશનભાઇ કાનાભાઇ ઓડેદરા તથા પો.કોન્સ.રાજાભાઇ મોહનભાઇ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
