News of Wednesday, 25th November 2026
કુવાડવાના બેટી ગામના ૪૬ વર્ષિય રાજુભાઇનું બેભાન હાલતમાં મૃત્યુ
ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫ઃ કુવાડવાના બેટી ગામે રહેતાં રાજુભાઇ માનસિંગભાઇ કાંજીયા-કોળી (ઉ.વ.૪૬) રાતે બે વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇગયો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ઍરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજુભાઇ ત્રણ ભાઇમાં બીજા હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી અને ઍક દિકરો છે. તેમને લિવરની બિમારી હોવાનું સગાઍ કહ્નાં હતું. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. (૧૪.૬)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
