<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા 4 પુરુષ અને 3 મહિલાઓ ઝડપાયા.

માળિયા (મિયાણા)ના જૂના દેવગઢમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા:રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 7 લોકોને એ ડિવિઝન પોલીસે દબોચી લીધા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા કબીર ટેકરી વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 4 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 7 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ સામે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
11 સપ્ટેમ્બર 2026 ના રોજ પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબીમાં કબીર ટેકરી ખાતે રામાપીરના મંદિર પાસે કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સાંજે 6:45 કલાકે સ્થળ પર રેડ કરતા આરોપીઓ ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં વિશાલ ધિરજભાઈ અગેચણીયા (ઉ.વ. 22)
શિવાભાઈ વિરજીભાઈ ડોડીયા (ઉ.વ. 25)
જયેશભાઈ શ્યામજીભાઈ અગેચણીયા (ઉ.વ. 21)
યોગેશભાઈ મગનભાઈ વાઘાણી (ઉ.વ. 30)
અલ્પાબેન મનસુખભાઇ લાલવાણી (ઉ.વ. 40)
ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા (ઉ.વ. 45) નો સમાવેશ થાય છે.
સુનીતાબેન નિતીનભાઈ અગેચણીયા (ઉ.વ. 35)
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી અંગજડતીના રોકડા અને દાવ પર લાગેલા પટમાંથી રોકડા 700 મળીને કુલ રોકડા 14700 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
માળિયા (મિયાણા)ના જૂના દેવગઢમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા.
જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોની 6,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ.
માળિયા (મિયાણા) પોલીસે જુના દેવગઢ ગામમાં રોડ પર આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા છે. માળિયા મિયાણા પોલીસ ટીમ બી-બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે જુના દેવગઢ ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે 5 શખ્સો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ કુલ રૂ. 6,700/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં
મેઘાભાઈ લાભુભાઈ પીપળીયા (ઉ.વ. 20, રહે. બગસરા, તા. માળિયા મિયાણા)
ગણેશભાઈ વજાભાઈ સુરાણી (ઉ.વ. 35, રહે. બુટવડા, તા. હળવદ)
મુન્નાભાઈ ગગજીભાઈ રાઠોડ (ઉ.વ. 24, રહે. જીંજુડા, તા. મોરબી)
અશોકભાઈ રૂપાભાઈ ધોળકીયા (ઉ.વ. 30, રહે. જુના દેવગઢ, તા. માળિયા મિયાણા)
રોહિતભાઈ ગોગાભાઈ પીપળીયા (ઉ.વ. 19, રહે. બગસરા, તા. માળિયા મિયાણા) નો સમાવેશ થાય છે 

(12:30 AM IST)