<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા લાલપુર વાંકલા નેશ માટે ૪ કરોડની રકમ મંજુર કરાવાઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાનો આભાર વ્યક્ત કરતા રીબડીયા

( યાસીન બ્લોચ દ્વારા ) વિસાવદર : વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયાએ  બે દિવસ પહેલા ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ વિસાવદર તાલુકાના લાલપુર વાકલા નેસ તરફ જતા ધ્રાફડ નદીના કાંઠે પૂર સરક્ષણ દિવાલ બનાવવા રૂ.૪ કરોડ મંજૂર કરવા રજુઆત કરેલ જે રજુઆત કર્યાના ૨૪ કલાકમાં જ મંજૂર કરાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી પ્રભારી કૌશિકભાઈ વેકરિયાનો રિબડીયાએ આભાર વ્યક્ત કરેલ છે.

(11:38 PM IST)