News of Wednesday, 22nd April 2026
ગોંડલ પાસે ૯ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો લઇ ધોરાજી જતા ૪ શખ્સો પકડાયાઃ ૪ની શોધ
૩૦૧ ગ્રામ ડ્રગ્સ અને કાર સહિત ૧પ.૦૭ લાખને મુદામાલ રૂરલ એસઓજીએ કબ્જે કર્યો

તસ્વીરમાં પકડાયેલ શખ્સો (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા. રરઃ ગોંડલ પાસે ૯ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો લઇ ધોરાજી જતા ૪ શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી લીધા હતા. જયારે સપ્લાયર સહિત ૪ની શોધખોળ હાથ ધરાઇ છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા માદક પદાર્થને લગતી પ્રવૃતી નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એસઓજીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરૂડી ટોલનાકા પાસે નેશનલ હાઇવે પરથી ચાર ઇસમો જોધપુર(રાજસ્થાન) ખાતેથી ધોરાજી ખાતે માદકપદાર્થ લઇ જતા તથા લેતી-દેતી કરવાની ફિરાકમાં હોવાની બાતમી અનુસંધાને એસ.ઓ.જી. શાખાની અલગ-અલગ ટીમ બનાવી ગોંડલ પો.સ્ટે વિસ્તાર, ભરૂડી ટોલનાકા ખાતેથી આંતરી લઇ આરોપીઓ તથા ગાડીનું સઘન ચેકીંગ કરતા આરોપીએ પગના ભાગે છુપાવેલ માદકપદાર્થ MD (Mephedrone)નો જથ્થો ૩૦૧ ગ્રામ તથા અન્ય મુદ્દામાલ એમ કુલ કિ.રૂ. ૧૫,૦૭,૭૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રૂરલ એસઓજીએ આરોપી મો.કાસીમ સ/ઓ ઇસ્માઇલભાઇ ગરાણા રે.ધોરાજી લાલશાહબાપુની દરગાહ પાસે, બહારપુરા તા.ધોરાજી શકીલ સ/ઓ કાદરભાઇ જેઠવા (સપ્લાયર સાથે સંપર્ક કરાવનાર) રે. વેરાવળ સોમનાથ, અજમેરી કોલોની, વેરાવળ રૂરલ એરીયા પરત, કાદરી એપાર્ટમેન્ટ તા.વેરાવળ રૈયાઝ સ/ઓ કાદરભાઇ ભુવર રે.ધોરાજી. ફુલવાડી રોડ, સુખનાથ મંદીર પાછળ, તા.ધોરાજી જી.રાજકોટ તથા અરમાન સ/ઓ કામીલભાઇ સીપાઇ જાતે- સીપાઇ (જોધપુર, રાજસ્થાન ખાતેથી માદકપદાર્થ લાવનાર) રે. માંગરોળ, વેરાવળ બાયપાસ, મસ્જીદે કુબા પાસે, નિલકમલ સોસાયટી તા.માંગરોળ જી.જુનાગઢને એમડી ડ્રગ્સ ૩૦૧ ગ્રામ કિ.૯.૦૩ લાખ, કાર કિ.પ લાખ તથા મોબાઇલ નંગ-૫ મળી કુલ રૂા.૧૫.૦૭ લાખના મુદામાલ સાથે પકડી પાડી ધરપકડ કરી હતી.
જયારે (૧) રૂખશાના ઉર્ફે રૂકલી વા/ઓ સરદારભાઇ કુરેશી (માદકપદાર્થ મંગાવનાર મુખ્ય આરોપી) રે. ધોરાજી, ઉપલેટા રોડ, રાધાનગર તા.ધોરાજી (ર) મોહીનશા મહેબુબશા શાહમદાર (ફકીર) રે. ધોરાજી, દરબારી વાડા પાછળ, જુનુ કબ્રિસ્તાન તા.ધોરાજી (૩) સિરાજશા ઉર્ફે ભુરો ઉર્ફે સિરાજ ટકો સ/ઓ માંમદશા શાહમદાર રે.ધોરાજી, દરબારીવાડા પાછળ, જુનુ કબ્રિસ્થાન તા.ધોરાજી તથા (૪) અફઝલભાઇ મહોમ્મદભાઇ અયુબ (માદકપદાર્થ સપ્લાયર) રે.જોધપુર રાજસ્થાનની શોધખોળ હાથધરાઇ છે.
આ કાર્યવાહી રૂરલ એસઓજીના પો.ઇન્સ. એફ.એ.પારગી, પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા,પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા, -એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, અ.પો.કો. વિપુલ ગોહેલ, પળથ્વિસિંહ ડોડિયા, વિજયગિરી ગોસ્વામિ, રણજીતભાઇ ધાંધલ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા અ.પો.કો. નવદિપભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
