<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદરના મીડીયશન સેન્‍ટરમાં ૧,૧૭ લાખના કોમ્‍પ્‍યુટર સેટ-૨ની ચોરી કરનારા ૨ વકીલો નીકળ્‍યા!!

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: મીડીયેશન સેન્‍ટરમાંથી કોમ્‍પ્‍યુટર સેટ-૨ કિ. ૧,૧૭૮૦૦ ની ચોરીની તપાસ બંને વકીલાત  કરતા સાગર વિનોદભાઇ શીંગ રખિયા અને અભિષેક નાથાલાલ સલેટને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

મીડીયટેર સેન્‍ટરમાં રહેલ ડેલ કંપનીના ઓઇ ઇન વન કી બોર્ડ તથા માઉસ સહિતના કોમ્‍પ્‍યુટર સેટ નંગ-૨ કુલ આશરે કિ. ૧,૧૭,૮૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ જઇ ગુન્‍હો કરેલ હોય જે અંગે તપાસમાં ગુન્‍હો દાખલ થતા જ ચોરીમાં ગયેલ મુદામાલ  તથા આરોપીઓ શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ હોય જેમાં આજરોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ પો. સબ.ઇન્‍સ. જે.એસ. હુંબલનાઓ તથા પો. સ્‍ટે.ના સર્વેલન્‍સ પો. સ્‍ટાફના  માણસો આરોપી તથા મુદામાલની તપાસમાં હોય તે દરમ્‍યાન સર્વેલન્‍સ પો. સ્‍ટાફના એ.એસ.આઇ. ચેતન ગીગાભાઇ મોઢવાડિયા તથા પો. કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહ જાડેજા તથા સાજન રામશીભાઇ વરૂનાઓને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસથી સંયુકત રીતે બાતમી હકીકત મેળવી ઉપરોકત ગુન્‍હામાં ચોરીમાં ગયેલ મુદામાલ ડેલ કંપનીના ઓલ ઇન વન, કી બોર્ડ તથા માઉસ સહિતના કોમ્‍પ્‍યુટર સેટ નંગ-૨ કુલ આશરે કિ. રૂા. ૧,૧૭,૮૦૦/- સાથે આરોપીઓ સાગર વિનોદભાઇ શીંગરખયા  ઉ.વ.૩૩ ધંધો વકીલાત, અભિષેક નાથાલાલ સલેટ ઉ.વ.૩૦ ધંધો વકીલાત બંનેને પોલીસે પકડી લીધા છે.

કોમ્‍પ્‍યુટર સેટ ચોરીના આરોપીઓને પકડવાની કામગીરી કમલાબાગ પોલીસ સ્‍ટેશન ઇન્‍સ્‍પેકટર શ્રી એસ.જી. સોલંકી તથા સર્વેલન્‍સ પો.સબ. ઇન્‍સ. જે.એસ.હુંબલ  તથા એ.એસ.આઇ સુરેશભાઇ અરજનભાઇ બકોત્રા તથા ચેતન ગીગાભાઇ મોઢવાડીયા તથા પો.હેડ કોન્‍સ. સુખાભાઇ મથુરભાઇ જાંબુચા તથા નરેન્‍દ્ર ત્રિકમભાઇ ભટ્ટ તથા ભીમશીભાઇ પરબતભાઇ માળીયા તથા ચેતનભાઇ રામાભાઇ લીંબોલા તથા પો. કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહ જાડેજા તથા બલદેવ મેરૂભાઇ કારાવદરા તથા સાજન રામશીભાઇ વરૂ વિગેરે પોલીસ સ્‍ટાફ જોડાયેલ હતા.

(2:02 PM IST)