News of Wednesday, 8th July 2026
થાનના રૂપાવટી ગામમાં ૧૫ વર્ષની કોમલનો ગળાફાંસો ખાઇ આપઘાત
સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ પરિવારજનોએ કહ્યું-તેણીનો મગજ ગરમ હતો

રાજકોટ તા. ૮: થાનગઢના રૂપાવટી ગામે રહેતી પંદર વર્ષની બાળાએ ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બે ભાઇની તે એકની એક બહેન હતી.
જાણવા મળ્યા મુજબ રૂપાવટી ગામમાં રહેતી કોમલબેન સુરેશભાઇ વીંજવાડીયા (ઉ.વ.૧૫)એ તા. ૨/૭ના રાતે સાડા નવેક વાગ્યે ઘરમાં છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેના મોટા બાપુ દિપકભાઇ જોઇ જતાં તુરત જ નીચે ઉતારી લીધી હતી. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ આજે તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર કોમલબેન બે ભાઇથી મોટી હતી. તેના પિતા સાથે પોતે કારખાનામાં કામ કરવા જતી હતી. સગાના કહેવા મુજબ તેણીનો મગજ ગરમ હતો. અકળ કારણોસર તેણીએ આ પગલુ ભરી લીધું હતું. થાન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
