<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ગોંડલ અને જેતપુરના વાડાસડામાં જુગાર રમતા સાત વેપારી સહીત ૧૪ જુગાર રમતા ઝડપાયા

ગોંડલના રામદ્વાર પાસે પટમાં અને વાડાસડામાં વાડીમાં ગોંડલ તથા જેતપુર તાલુકા પોલીસના દરોડા ૪.૦૬ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ,તા.૨૦: રાજકોટ ગ્રામ્‍યના ગોંડલ અને જેતપુર તાલુકામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગોંડલ બી ડીવીજન પોલીસે રામદ્વાર નજીક દરોડો પાડી જુગાર રમતા સાત વેપારીને ૪૧ હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્‍યા છે,જયારે જેતપુર તાલુકા પોલીસે વાડાસડા ગામની સીમમાં દરોડો પાડી સાત પત્તાઙ્ઘેમીને ઝડપી લઇ રૂ.૩.૬૪ લાખનો મુદામાલ ઝડપી પાડ્‍યો છે.

 જાણવા મળ્‍યા મુજબ રાજકોટ ગ્રામ્‍યમાં જુગારની બદી ડામવા રૂરલ એસ.પી વિજય સિંહ ગુર્જરે કરેલા સૂચનના આધારે ગોંડલ સીટી બી ડીવીજન પોલીસ મથકના સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોઈ ત્‍યારે રામદ્વાર નજીક જુગાર રમતો હોવાની કોન્‍સ્‍ટેબલ ઓમદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી બાતમીના આધારે ટીમે દરોડો પાડી જુગાર રમતા ગોંડલના વેપારી જય ઉર્ફે જયેશ રમેશભાઈ ગજેરા(રહે.રામજી મંદિર નજીક),દર્શન રમેશભાઈ વાડોદરિયા (રહે.રામજીમંદિર નજીક),નીખીલ પ્રવીણભાઈ વાડોદરિયા (વર્ધમાન નગર),જગદીશ રશીકભાઈ ગજેરા (રહે.વર્ધમાન નગર),હેમંતભાઈ હરૂભાઈ ગોલ(રહે.ગોકુળિયા પરા) પ્રશાંત પ્રકાશભાઈ સાવલિયા(રહે.વર્ધમાન નગર)અને જતીન કનુભાઈ ગજેરા(રહે.રામ હોસ્‍પિટલ સામે)ને ઝડપી લઇ ગંજીપતો અને રોકડ મળી કુલ રૂ.૪૧,૩૦૦નો મુદામાલ કબજે કરી આગળની તપાસ હેડકોન્‍સ. એસ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

જયારે બીજા દરોડામાં જેતપુર તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રભાઈ ચાવડાને બાતમી મળી હતીકે વાડાસડા ગામે રામકુભાઈ માંકડની વાડીએ જુગાર રમ્‍માઈ રહ્યો છે. બાતમીના આધારે ટીમે દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક રામકું લખુંભાઈ માકડ (રહે.વાડાસડા),લલિત ઉર્ફે લાલો કેશુભાઈ વેકરીયા(રહે.વીરપુર સરકારી દવાખાના પાસે),અશોક વિરજીભાઈ આકોલીયા (રહે.મેઘપીપલીયા),નિર્મળ રાવતભાઈ ગુજરિયા(રહે.મેઘા પીપળીયા), જયેશ નાર્શીભાઈ ધામેલીયા(રહે.વીરપુર ટાવર ચોક)ભરત ભાનુભાઈ ઓત્રાદી (રહે.ગુંદાળા)ભાવેશ ડાયા ઠુંગા(રહે.વીરપુર ખારાવાડ પ્‍લોટ)ને ઝડપી લઇ મોબાઈલ, વાહન અને રોકડ મળી કુલ રૂ.૩.૬૪ લાખનો મુદામાલ કબજે કરી આગળની તપાસ હેડકોન્‍સ.એસ.જી મકવાણા ચલાવી રહ્યા છે.

(12:10 PM IST)