News of Sunday, 31st May 2026
જૂનાગઢના કોર્પોરેટર અને પરશુરામ ફાઉન્ડેશનના સ્થાપક શૈલેશભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
સેવા, સંવેદના અને સમાજપ્રતિની પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ: કેમ્પમાં બ્લડ પ્રેશર ચેકઅપ, શુગર ટેસ્ટ, કોલેસ્ટ્રોલ ટેસ્ટ, ECG તેમજ નિઃશુલ્ક દવાઓનું વિતરણ

(વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : “સેવા પરમો ધર્મઃ”ના પવિત્ર સંદેશને આત્મસાત કરીને પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખ દ્વારા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર પુર્વ મહામંત્રી જુનાગઢ મહાનગર વોર્ડ ૧૧ નાં કોર્પોરેટર અને પરશુરામ ફાઉન્ડેશન નાં સ્થાપક શૈલેશભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે સર્વજ્ઞાતિ સમાજ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ તથા દવા વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવાના ભાવ સાથે આયોજિત આ કેમ્પે આરોગ્ય ક્ષેત્રે એક અનોખી પહેલ સાબિત કરી હતી.
જુનાગઢ સ્થિત નોબેલ સ્કૂલ ખાતે તા. 30 મે 2026ના રોજ સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં સમાજના દરેક વર્ગના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળ્યો હતો. કેમ્પમાં બ્લડ પ્રેશર ચેકઅપ, શુગર ટેસ્ટ, કોલેસ્ટ્રોલ ટેસ્ટ, ECG તેમજ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પરશુરામ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન શૈલેશભાઈ દવેના જન્મદિવસની ઉજવણીને સેવાકીય દિશા આપવાના શુભ આશયથી કરવામાં આવ્યું હતું. જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખતા સમાજના આરોગ્ય માટે સમર્પિત આ પ્રયાસ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો.
કેમ્પમાં શહેરના જાણીતા અને અનુભવી તબીબોએ પોતાની નિઃસ્વાર્થ સેવાઓ આપી હતી. વિવિધ રોગોના નિદાન અને માર્ગદર્શન માટે ઉપસ્થિત ડોક્ટરોની ટીમે લાભાર્થીઓને આરોગ્ય અંગે જરૂરી સલાહ, તપાસ અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે પ્રભવ જોષી (કમિશ્નર), ચરણસિંહ ગોહિલ સાહેબ (પ્રાંત અધિકારી), મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયા, જાણીતા ઉધોગપતિ ચેતનભાઈ ફડદું, યોગીભાઈ પઢિયાર, જયેશભાઈ બોઘરા, ઓમભાઈ રાવલ, સંજયભાઈ પંડ્યા (ગાંધીનગર), લીલાભાઈ પરમાર, જે. કે. ચાવડા, પ્રદીપભાઈ ખીમાણી, કે. ડી. પંડ્યા સાહેબ, રવીરાજભાઈ વ્યાસ, બટુક બાપુ, જયદેવભાઈ જોષી, સંજયભાઈ મણવર, વિમલભાઈ જોષી તથા સનતભાઈ પંડ્યા સહિત અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આ સેવાયજ્ઞને બિરદાવીને સમાજ માટે આવા આયોજનો સતત થતા રહે તેવો આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમની સફળતા પાછળ પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખની નિષ્ઠા, મહેનત અને ટીમભાવના મુખ્ય કારણ રહ્યા હતા. યુવા પાંખના પ્રમુખ ચિરાગ જોષીના નેતૃત્વ હેઠળ વત્સલ પંડ્યા, વંદિત મહેતા, જયદીપ જોગલ, જય પંડ્યા, મંથન પંડ્યા, કેતનભાઈ ભટ્ટ, રુદ્ર જોષી, અજય જોષી સહિતના યુવાનો દ્વારા દિવસ-રાત એક કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સાથે જ મહિલા પાંખના સભ્યોએ પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી અને સમગ્ર આયોજનને વ્યવસ્થિત અને સુચારૂ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કેમ્પ દરમિયાન આરોગ્ય ચકાસણી માટે લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અંદાજે 200થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ જેવી સેવાઓથી સમાજના અનેક પરિવારોને આરોગ્યલક્ષી સહાય પ્રાપ્ત થઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમ માત્ર એક મેડિકલ કેમ્પ નહોતો પરંતુ માનવસેવા, સામાજિક જવાબદારી અને પરોપકારના મૂલ્યોને જીવંત કરતો એક સેવાયજ્ઞ હતો. શૈલેશભાઈ દવેના જન્મદિવસને સમાજકલ્યાણ સાથે જોડવાની આ અનોખી પહેલ દરેક માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
સમાજને સ્વસ્થ, સશક્ત અને જાગૃત બનાવવા માટે આવા સેવાકીય આયોજનો અત્યંત જરૂરી છે. પરશુરામ ફાઉન્ડેશન અને તેની યુવા પાંખે સાબિત કર્યું છે કે જ્યારે સેવા, સંકલ્પ અને સમર્પણ એકસાથે આવે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
શૈલેશભાઈ દવેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સાથે તેમના સમાજસેવાના આ યજ્ઞને વધુ ને વધુ સફળતા મળે અને તેઓ આવનારા સમયમાં પણ સમાજહિતના આવા અનેક કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ.
"સાચો જન્મદિવસ એ જ છે જે દિવસે પોતાના આનંદને સમાજના કલ્યાણ સાથે જોડવામાં આવે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
