તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 18th June 2026
કલોરીન લીકેજ અટકાવવા શું કરવું? ટ્રેનિંગ કેમ્પ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે પાણી પુરવઠા વ્યવસ્થામાં કાર્યરત કર્મચારીઓની સલામતીને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની વોટર મેનેજમેન્ટ યુનિટ શાખા દ્વારા કલોરીન ગેસના સલામત ઉપયોગ અને કલોરીન લીકેજ જેવી આકસ્મિક પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે વિશેષ ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વેસ્ટ ઝોન હેઠળ આવેલ રૈયાધાર અને ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ઉપરાંત એસ.આર.પી. ઘંટેશ્વર, મૂંજકા પમ્પિંગ સ્ટેશન, જીજાબાઈ સ્વિમિંગ પૂલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, સોજીત્રા નગર, મવડી, વાવડી, ચંદ્રેશ નગર પમ્પિંગ સ્ટેશન તેમજ કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ ખાતે ફરજ બજાવતા સ્ટાફને આ તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન કલોરીન ગેસ લીકેજની પરિસ્થિતિ સર્જાય ત્યારે કર્મચારીઓએ પોતાની અને અન્ય કર્મચારીઓની સલામતી જાળવીને કેવી રીતે તાત્કાલિક કાર્યવાહી કરવી તેની વિસ્તળત સમજ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ કેમિસ્ટ એમ.જે. રાઠોડ અને એચ.સી. નાગપરા, તેમજ એટેન્ડન્ટશ્રી ગોપાલ ડાભી દ્વારા આપવામાં આવ્યો હતો. સમગ્ર ટ્રેનિંગ સેશનનું આયોજન અને સંકલન નાયબ કાર્યપાલક ઈજનેર વી.એચ. ઉમટ, નાયબ કાર્યપાલક ઈજનેર સી.બી. મોરી તથા એડિશનલ સિટી ઈજનેર કે.પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતુ
(3:42 PM IST)










