News of Thursday, 17th September 2026
તા.૨૬-૨૭ના પુતળીબા ઉદ્યોગ મંદિરે વિભુષા હસ્તકલા પ્રદર્શન- વેચાણઃ બહેનો સ્વનિર્ભર બને તે માટે આયોજન
પાપડ, ખાખરા, હેન્ડીક્રાફટ, ઇમીટેશન જવેલરી, સહિતની વસ્તુઓનું વેચાણ- પ્રદર્શન

રાજકોટઃ શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર છેલ્લા સાઇઠ વર્ષથી બહેનો સ્વનિર્ભર બને, તથા બહેનો દ્વારા બનેલ હસ્ત ઉદ્યોગને પ્રોત્સાહિત કરે છે અને વધુને વધુ બહેનો આગળ વધે તે માટે કમ્પ્યુટર શિક્ષણ, સિવણ તાલીમ વર્ગ, પુસ્તકાલય, વાંચનાલય, મહિલા પુસ્તકાલય, વર્કિંગ વુમન હોસ્ટેલ તથા મહેંદી વર્કશોપ, કુકિંગ કોમ્પિટિશન જેવી વિવિધ આધુનિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.
શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે રાજકોટ દ્વારા મહિલા ઉત્થાન, મહિલા સશકિતકરણ, તથા સ્વનિર્ભર બને તે હેતુથી તા.૨૬ શનિવાર બપોરે ૪ થી ૮ અને તા.૨૭ રવિવાર સાવરે ૧૦ થી સાંજે ૮ સુધી બહેનો માટે ‘‘વિભુષા'' હસ્તકલા પ્રદર્શન તથા વેચાણ અને આનંદ મેળાનું આયોજન કરેલ છે.
બહેનો દ્વારા ઘરે બનાવેલ સૂકા નાસ્તા, પાપડ, ખાખરા,ખાણીપીણીના સ્ટોલ, હેન્ડીક્રાફટ, મોતીકામની વસ્તુઓ, જિયાણા તથા આણાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ રાખેલ છે. નિઃશુલ્ક પ્રદર્શન નિહાળવા માટે રાજકોટની જનતાને જાહેર નિમંત્ર અપાયું છે.
આ અંગે વધુ માહિતી માટે ભારતીબેન નથવાણી (ટ્રસ્ટી) ૯૭૨૪૯ ૧૭૪૫૫, હીનાબેન રાવલ (ટ્રસ્ટી) ૮૪૬૦૨ ૧૦૫૩૧, રમાબેન જોલાપરા ઓ.એસ. ૯૨૭૪૪ ૯૨૧૪૭, હર્ષાબેન પંડયા ૯૪૨૯૬ ૨૦૫૦૪નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:04 PM IST)










