News of Wednesday, 21st October 2026
સંગઠનથી સત્તાના શિખર સુધીની સફર કરનાર ભાજપના પીઢ નેતા નીતિન ભારદ્વાજનો આજે જન્મદિવસ

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા નીતિનભાઈ ભારદ્વાજનો આજે જન્મદિવસ છે. રાજકીય ક્ષેત્રમાં લાંબા સમયથી સક્રિય નીતિનભાઈ ભારદ્વાજે સંગઠનથી માંડીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સુધી વિવિધ જવાબદારીઓ નિભાવી છે. શહેર ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ચાર ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ બે વખત જવાબદારી સંભાળી હતી. સંગઠન અને મહાનગરપાલિકામાં વિવિધ હોદ્દાઓ પર કામ કરવાનો તેમને અનુભવ મળ્યો છે.
રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં કાર્યકરો સાથે સંકલન જાળવવું, પક્ષની પ્રવળત્તિઓમાં ભાગ લેવો અને રાજકીય જવાબદારીઓ નિભાવવી એ તેમની જાહેરજીવનની સફીના મહત્ત્વના પાસાં રહ્યાં છે.
રાજકારણમાં સંગઠનાત્મક જવાબદારી અને સ્થાનિક સ્વરાજ્યની કામગીરી એમ બંને ક્ષેત્રોમાં અનુભવ ધરાવતા નીતિનભાઈ ભારદ્વાજ રાજકોટના ભાજપના રાજકીય વર્તુળોમાં જાણીતા નામ છે. તેમના જન્મદિવસે તેઓને તેમના પરિવારજનો, મિત્રો, રાજકીય સાથીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મો. ૯૮૨૪૦ ૪૩૦૪૩.
(9:54 AM IST)










