<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

કોટડાસાંગાણીના વડીયા ગામે ૭.૮ર લાખની ચોરી શેઢા પાડોશીના ભાગીયાએ કરી'તીઃ ધરપકડ

રૂરલ એલસીબી પી.આઇ. જે. પી. રાવ તથા ટીમે ગણત્રીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરી કરનાર મુકેશ આદિવાસીને ઝડપી લીધોઃ સાગ્રીત ભારત ઉર્ફે ભાયાની શોધખોળ

રાજકોટ તા. ૩ :.. કોટડાસાંગાણીના વડીયા ગામે બંધ મકાનમાંથી ૭.૮ર લાખની થયેલ ઘરફોડ ચોરીના બનાવનો રૂરલ એલસીબીએ ભેદ ઉકેલી ચોરી કરનાર શેઢા પાડોશીના ભાગીયાની ધરપકડ કરી છે. જયારે તેના સાગ્રીતની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર દ્વારા મીલ્‍કત વિરૂધ્‍ધના અનડીટેકડ ગુન્‍હા શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીએ કોટડાસાંગાણીના વડીયા ગામે ફરીયાદી પ્રવિણસિંહ મંગળસિંહ જાડેજાના બંધ મકાનના દરવાજાના તાળા તથા નકુચા તોડી કોઇ અજાણ્‍યા ઇસમ અંદરના રૂમમાં રાખેલ લોખંડના કબાટ તોડી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ મળી કુલ ૭.૮ર લાખની મતાની ચોરીના બનાવમાં હ્યુમન સોર્સ થી માહીતી મળેલ કે ઉપરોકત બનાવ બાદ ફરીયાદીના શેઢા પાડોશી હીરજીભાઇ શીંગાળા રહે. વડીયા વાળાના ભાગીયા મુકેશ આમલીયાર રહે. એમ. પી. વાળાની શંકાસ્‍પદ વર્તણુક હોય જે માહિતી આધારે હડમતાળા ગામ પાસે શંકાસ્‍પદ ઇસમને પકડી યુકતી-પ્રયુકતીથી પુછપરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરીના ગુન્‍હાની કબુલાત આપેલ હતી. અને તેની ધરપકડ કરાઇ હતી. તેની સાથે ચોરીમાં ભારત ઉર્ફે ભાયા (ભુરભાઇ બામણીયા રહે. મુળ ગુરડીયા (એમ. પી.) રાજકોટ હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. વોન્‍ટેડ ભારત ઉર્ફે ભાયા સામે, આંધ્ર પ્રદેશ અને મહારાષ્‍ટ્રમાં ૯ ગુન્‍હાઓ નોંધાયા છે.

રૂરલ એલસીબીએ પકડાયેલ મુકેશના કબ્‍જામાંથી રોકડા રૂપીયા ૩,૦૦૦/- તથા હોન્‍ડા સાઇન મો.સા રજી.નં. એમ.પી. ૧૧- એનએચ- ૫૨૭૭ કી.રૂા.૪૫,૦૦૦ કબ્‍જે બરેલ છે. પકડાયેલ આરોપી દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી રાત્રી દરમ્‍યાન બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.

આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો.ઇન્‍સ. જે.પી.રાવ પીએસઆઇ કે.એમ.ચાવડા,  પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ તથા એએસઆઇ બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી,એએસઆઇઇન્‍દ્રસિંહ જાડેજા, એએસઆઇજયવિરસિંહ રાણા, એએસઆઇઅનિલભાઇ ગુજરાતી તથા એએસઆઇ બ્રીજરાજસિંહ જાડેજા તથા એએસઆઇરોહીતભાઇ બકુત્રા તથા એએસઆઇ મેહુલભાઇ સુવા તથા એચસી પ્રહલાદસિંહ રાઠોડ તથા એચસી ધર્મેન્‍દ્રભાઇ ચાવડા તથા એચસી ભગીરથસિંહ જાડેજા તથા એચસી અરવીંદસિંહ જાડેજા તથા એચસી નીલેશભાઇ ડાંગર તથા એચસી છત્રપાલસિંહ જાડેજા તથા એચસી ઘનશ્‍યામસિંહ જાડેજા તથા  પીસી રણજીતભાઇ બોરડ તથા પીસી વીજયભાઇ ખડીયા તથા પીસી ભાવેશભાઇ મકવાણા તથા પીસી વીજયભાઇ સીંહાર  સહિતના સ્‍ટાફે કરી હતી.

(11:36 AM IST)