<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

યુનિ. રોડ શ્વે. મુર્તિપુજક જૈન સંઘમાં કાલથી આયંબીલ ઓળીની આરાધના

સાધ્‍વીજી ભગવંત સીધ્‍ધાંત ધ્રુપાશ્રીજી આ.ઠા.ની પાવન નિશ્રા

અકિલા કાર્યાલયની મુલાકાત દરમિયાન યુનિ. રોડ શ્વે.મુર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ અનિષભાઇ વાઘર, ઉમેશભાઇ શેઠ, પ્રકાશભાઇ કોઠારી તથા મેહુલભાઇ શાહ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) 

રાજકોટ : આસો સુદ સાતમથી શરૂ થનાર આયંબીલ ઓળીનો પ.પુ. સાધ્‍વીજી ભગવંત સિધ્‍ધાંત ધ્રુપા શ્રીજી મ.સા. આદિ ઠાણાની પવિત્ર નિશ્રામાં યુનિ. રોડ જૈન સંઘમાં શુભારંભ આવતીકાલથી થનાર છે.

આ આયંબીલ તપનું અનેરૂ-અદકેરૂ મહત્‍વ જૈન શાસનમાં વર્ણવેલ છે. આયંબીલ  તપ શ્રી પાળ રાજા-મયણાસુંદરીના કારણે આ તપનું શ્રેષ્‍ઠ મહત્‍વ છે. ખુબ જ વિધ્નો તથા કષ્‍ટો આ નવપદજીની ઓળીની આરાધના દ્વારા દુર થયેલ છે.

આ શાશ્વતી ઓળાનું મહત્‍વ ખુબ જ વધારે છે. શાશ્વની ઓળીની છેલ્લા દિવસે ગયેલ છે. પાલીતાણાથી ર૦ કરોડ મુનિઓ મોક્ષ માર્ગે ગયેલ છે. તેમ શાષા બતાવે છે. આ તપમાં ઘણા બધા દ્રવ્‍યોનો ત્‍યાગ બતાવેલ છે. જેમાં ઘી, તેલ, મસાલા, લીલોતરી સુકો મેવો, ફળ, વિગેરે રસેન્‍દ્રીયનો ભાગ બતાવેલ છે. આ લાભ કાલથી તા.૧૮ થી તા.ર૬ સુધી આ તપ અત્રે યુનિવર્સિટી રોડ જૈન સંઘમાં કરાવવામાં આવશે. જે કોઇ સકળ સંઘના ભાઇ-બહેનોને આ તપ કરવું હોય તે એક દિવસ પહેલા શ્રી સંઘની પેઢીમાં પોતાનું નામ લખાવી આપે તેવી વિનંતી તેમજ સમગ્ર રાજકોટમાંથી કોઇ પણ શ્રાવક-શ્રાવીકાઓને આયંબીલ કરવી હોય તો આગલે દિવસે નામ લખાવી શકે છે.

(3:16 PM IST)