તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Friday, 11th September 2026
એસ.ઓ.જી.ની હાઇટેકપહેલ : હવે માત્ર કયુઆર સ્કેન કરો અને નશીલા પદાર્થની માહિતી આપો
ડર અને સંકોચ વગર ડ્રગ્સ સંબંધિત માહિતી પોલીસને આપવા અપીલ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડી.સી.પી. જગદીશ બાંગરવા, એ.સી.પી. બી.બી. બસીયાની આગેવાનીમાં પી.આઇ. એન. બી. ચૌધરીની ટીમની ઝુંબેશ

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ શહેરમાં વધતા જતા નશીલા પદાર્થોના કારોબાર પર એસ.ઓ.જી.એ ડ્રગ્સ મુકત રાજકોટ માટે મેગા ઝુંબેશ શરૂ કરી છે. ગાંજો, ડ્રગ્સ કે અન્ય નશાકારક પદાર્થોને શહેરીજનો સુધી પહોંચવા અટકાવવા માટે પેડલરો પર તવાઇ બોલાવી અનેક દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે હવે આ ઝુંબેશ પોલીસે હાઇટેક બનાવીછ ે. સ્પેશ્યલ કયુઆર લોન્ચ કરી પોલીસે લોકોને નશીલા પદાર્થ અંગે માહિતી આપવા લોકોને અપીલ કરી છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેૈતન્ય મંડલીક, ડીસીપી કાઇમ જગદીશ બાંગરવા, એસપી બી.બી. બસીયા દ્વારા માદક પદાર્થોનું વેચાણ અટકાવવા સેયનો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નશીલા પદાર્થોનું સેવન કરનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે એસ.ઓ.જી. પી.આઇ. એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ ટીમ દ્વારા ઝુંબેશ શરૂ કરાઇ છે. શહેરને નશામુકત અને સુરક્ષિત બનાવવા હવે પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અને જનભાગીદારી અભીયાન શરૂ કરાયુ઼ છે. જેમાં પોલીસે હવે હાઇટેક પહેલ શરૂ કરી કયુઆર કોડની સુવિધા ઉભી કરી છે. શહેરમાં ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય પ્રવૃત્તિઓ અંગે નાગરિકો સહેલાઇથી કયુઆર કોડ સ્કેન માહિતી પહોંચાડી શકશે. આ માહિતી આપનાર નાગરીકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું છે માટે શહેરને ડ્રગ્સ મુકત અને સુરક્ષિત બનાવવા માટે કોઇપણ ડર કે સંકોચ વગર ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરાઇ છે.
(3:10 PM IST)










