News of Saturday, 12th September 2026
ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા : ગણપતિ મહોત્સવ
નવા રાજકોટના વિસ્તારમાં સોમવારથી કેપીએસ કલબની ટીમ દ્વારા સતત છઠ્ઠા વર્ષે જાજરમાન આયોજન દરરોજ મહાનુભાવો સાથે ‘રોબોટ' પણ આરતી કરશે : ‘ઉમા કા લાલ' વરસાવો વ્હાલ દુંદાળા દેવની આરાધના : રોશની અને ડેકોરેશન સાથે વ્હાઇટ હેવન થીમમાં ભાવિકો માટે દર્શન બેઠકની વ્યવસ્થા વિઘ્નહર્તાના કાન, સુંઢ, ફાંદ, મોદક, વાહન જેવી વાય ફાઇવ થીમની અલગ ગેલેરી બોક્ષ

રાજકોટ : કેપીએસ કલબ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતિ મહોત્સવનું તા. ૧૪ થી તા. ર૪ દરમ્યાન જાજરમાન આયોજન કરાયુ છે. દર વર્ષે નવી થીમ સાથે આ વર્ષે રોબોટીક આરતી તથા વાઇફાઇવની થીમ પર ‘ઉમા કા લાલ'ની આરાધના કરશે.
અંબીકા ટાઉનશીપ વિસ્તાર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં કેપીએસ કલબ આયોજીત ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતી મહોત્સવમાં સંદિપભાઈ માકડીયા, બિપીનભાઈ બેરા, મુન્નાભાઈ ઘેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઈ ચાપાણી, અતુલભાઈ ભુત, જીજ્ઞેશભાઈ આદ્રોજા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, વિજયભાઇ ડઢાણીયા, યોગેશભાઈ કાલરીયા, સુરેશભાઈ ઓગણજા, અને રજનીભાઈ ગોલના માર્ગદર્શન હેઠળ ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે ૭:૩૦ કલાકે આરતી અને રાત્રે ૯ કલાકે અનેકવિધ સાંસ્કળતિક કાર્યક્રમ યોજાશે. શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડના મેદાનમાં વ્હાઇટ હેવન થીમ, રોશની અને ડેકોરેશન સાથે વિઘ્નહર્તાની ઓળખ સમા કાન, સુંઢ, ફાંદ, મોદક અને વાહન મૂષક આધારીત અલગ-અલગ ગેલેરીઓ સુશોભીત કરવામાં આવી છે. નવી થીમ પર નવી રીતે નવા આયામ સાથે માં ઉમા કા લાલ વરસાવો વ્હાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતિ મહોત્સવ યોજાશે. તેમ યાદીમાં જણાવાયું છે.
દરરોજ રાત્રે ૯ કલાકે વિવિધ સાંસ્કળતીક મનોરંજક પ્રોગામ, વિવિધ સ્પર્ધાઓ, સાંજે ૭:૩૦ કલાકે અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો સાથે રોબોટ પણ દુંદાળાદેવની મહાઆરતી કરશે. તા.૧૪ના શોભાયાત્રા અને ગણેશ સ્થાપના કરી સાંજે મહાઆરતી બાદ બાળકો માટે કલર કોમ્પીટીશન યોજાશે. તા. ૧૫ના હેત ઘેટીયા ટીમ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ, તા. ૧૬ના ધર્મેશ મકાતી ટીમ દ્વારા વ્રજલીલાનો કાર્યક્રમ, તા. ૧૭ બાળકો માટે વેશભૂષા સ્પર્ધા બહેનો માટે ટેટુ સ્પર્ધા/મહેંદી સ્પર્ધા, તા. ૧૮ કલબ યુવી લાઇવ ઓરકેસ્ટ્રા પર બહેનો માટે રાસ ગરબા, તા. ૧૯ દેવભટ્ટની ટીમ દ્વારા શિવ સંધ્યા, તા. ૨૦ બ્રિજદાન ગઢવીનો લોકડાયરો, તા. ર૧ બહેનો માટે આરતી ડેકોરેશન લાડુ અને રંગોળી સ્પર્ધા, તા. રર મયુર બુધ્ધદેવ ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખી, તા. ૨૩ બુધવારે સવારે ૯ કલાકે ગણપતી મહોત્સવના સમાપન સાથે વિધ્ય વિનાયકનું વિસર્જન કાર્યક્રમ યોજાશે.
માણેક જવેલર્સ, એન.જે. પેન્ટર્સ, તથા પ્રસાદ ઘર માટે બાનલેબનો સહયોગ પ્રાપ્ત થયો હોવાનું યાદીમાં જણાવાયું છે. આયોજનને સફળ બનાવવા કેપીએસ કલબના સંદિપભાઈ માકડીયા, બિપીનભાઈ બેરા, મુન્નાભાઈ ઘેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઈ ચાપાણી, અતુલભાઈ ભુત, જીજ્ઞેશભાઈ આદ્રોજા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, વિજયભાઈ ડઢાણીયા, યોગેશભાઈ કાલરીયા, સુરેશભાઈ ઓગણજા અને રજનીભાઈ ગોલના માર્ગદર્શન હેઠળ કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(3:28 PM IST)










