News of Monday, 14th September 2026
શાપરના બે ભાઇઓ વસંત અને વિજય છકડોમાં ૧.૬૦ લાખના દારૂ સાથે ઝડપાયા
પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજાની ટીમના દિલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા, વિશાલભાઇ દવેની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: શહેરમાં દારૂબંધીની ગેરકાયદેસર પ્રવળત્તિઓ ડામવા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડકોન્સ. ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા તથા પો.કોન્સ. વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથીે ગોંડલ ચોકડી પાસે આવેલા કિઆના શો રૂમ નજીક રોડ પરથી છકડો રીક્ષાને રોકીને તલાશી લેવામાં આવતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે છકડો રિક્ષામાં બેઠેલા બે શખ્સની પુછતાછ કરતાં તે બે સગા ભાઇઓ વસંત મનોજભાઇ માંગરોલીયા (ઉ.વ.૨૭) અને વિજય મનોજભાઇ માંગરોલીયા (ઉ.વ.૨૫) (રહે. બંને બુધ્ધનગર મફતીયાપરા, ભુમીગેટની અંદર, શાપર) જણાવ્યું હતું. પોલીસે રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૪૮૦ બોટલ કિંમત ૧,૬૦,૮૦૦ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી છકડો રિક્ષા જીજે૦૩બીએક્સ-૮૮૬૬ કિંમત ૪૦,૦૦૦ મળીને કુલ ૨,૦૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ચ માંડલીકની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મહેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા તેમજ પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
(3:43 PM IST)










