News of Friday, 17th July 2026
શાપર-વેરાવળ પાસે ૩૪ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો
રૂરલ એલસીબીએ દોરાના બોક્ષ નીચે છુપાવેલ દારૂ-બિયરની બોટલ નંગ ૭૪૭૪ અને ટ્રક સહિત ૬૪.૬ર લાખના મુદ્દામાલ સાથે ભરત મોરીને ઝડપી લીધો : અન્ય ત્રણના નામ ખુલ્યા

તસ્વીરમાં પકડાયેલ શખ્સ દારૂના જથ્થા સાથે નજરે પડે છે. બીજી તસ્વીરમાં પકડાયેલ ટ્રક દેખાય છે.
રાજકોટ, તા. ૧પ : શાપર-વેરાવળ પાસે રૂરલ એલસીબીએ વોચ ગોઠવી દોરાના બોક્ષની આડ તળે લઇ જવાતો ૩૪ લાખનો દારૂ-બિયર ભરી ટ્રક સાથે ડ્રાઇવરને પકડી પાડી ૬૪.૬ર લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીના અધિકારી તથા કર્મચારીઓ દારૂ-જુગારની કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ટ્રક રજીસ્ટ્રેશન નં. જીજે-રપ યુ ૯૯૩૪ વાળામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી પસાર થનાર છે. જે હકિકત આધારે શાપર વેરાવળ પો. સ્ટે. વિસ્તારના રાજકોટથી ગોંડલ તરફ જતા નેશનલ હાઇવે રોડ પર વોચ તપાસમાં હતા તે દરમ્યાન ટ્રક રજી. નં. જીજે-રપ-યુ ૯૯૩૪ વાળામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ -૬૪૯૧ તથા બિયર ટીન નંગ -૯૮૪ મળી કુલ રૂા.૩૪,૦પ,૧૯૦ તથા અન્ય મુદ્દામાલ ટ્રક તથા દારૂના કવરીંગ માટે ઉપયોગમાં લીધેલ દોરાના ખાખી બોક્ષ નંગ -રપ૯ મળી કુલ રૂા. ૬૪,૬ર,ર૪૮ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને પકડી પાડી શાપર વેરાવળ પો. સ્ટે. ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રૂરલ એલસીબીએ ડ્રાઇવર ભરત હમીરભાઇ મોરી, ઉ.વ.રર, ધંધો ડ્રાઇવીંગ રહે. વાંસજાળીયા ગામ, તા. જામજોધપુર, જી. જામનગરની ધરપકડ કરી હતી. જયારે (૧) કરણ રબારી રહે. ઉપલેટા (ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર) (ર) અજાણ્યો ઇસમ (ઇગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર) તથા (૩) ટ્રક રજી. નં. જી.જે. રપ-યુ ૯૯૩૪ નો માલિક સામે ગુન્હો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી એલ.સી.બી.ર ાજકોટ ગ્રામ્યના પો. ઇન્સ. જે.પી. રાવ, પો. સબ. ઇન્સ. એચ.સી. ગોહિલ, કેઅ.ેમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, પો.હેડકોન્સ. છત્રપાલસિંહ જાડેજા, શિવરાજભાઇ ખાચર, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી, અલ્પેશભાઇ રાઠોડ પો. કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા વિજયભાઇ સિંહાર વિગેરે જોડાયેલ હતા.
(1:07 PM IST)










