<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પતંજલિ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્‌ટી અંગે તાલીમ અપાઇ

રાજકોટઃ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગઓ તથા સ્‍કુલ/કોલેજોમા લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને તથા સ્‍કુલ મા અભ્‍યાસ કરતા વિધાર્થીઓ ને જાગળત કરવા માટે   પતંજલિ પ્રાથમિક શાળા, આનંદ નગર, દેવપરા શાક માર્કેટની પાછળ, કોઠારીયા મેઈન રોડ, ખાતે જેમાં ૨૪૦ વિધાર્થીઓ અને ૧૨ શિક્ષકોને ફાયર સીસ્‍ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના, કોઠારીયા ફાયર સ્‍ટેશના સ્‍ટેશન ઓફિસર એમ.એમ.શેખ તથા લિડિગ ફાયરમેન અનિલભાઈ એલ સોલંકી, , ફાયર ઓપરેટર જયેશભાઈ ડાકી, મુકેશભાઈ બારીયા, હસમુખભાઈ રાયગોર, રોહિતભાઈ પરમાર, તથા ડ્રાઈવર જયદિપગીરી ગૌસ્‍વામી  , સહિતના સ્‍ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્‍યા હતા (૩.૨૪)

 

(3:43 PM IST)