તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 23rd October 2026
શ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ દ્વારા કાલે એક દિવસીય રાસોત્સવ : ૧૧માં વર્ષે આયોજન

રાજકોટ : શ્રી નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ રાજકોટના પ્રમુખ અંબરીષભાઈ જે. વ્યાસની યાદી જણાવેલ છે કે શ્રી નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ રાજકોટ દ્વારા સતત ૧૧ વર્ષથી દર વર્ષે કરાતા શરદોત્સવ યોજવાની પરંપરા મુજબ આ વર્ષે પણ જ્ઞાતિ સમાજ માટે એક દિવસીય રાસોત્સવનું શનિવાર તા. ૨૪ના રોજ અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ વિભાગ-૨, પેરેડાઈઝ હોલની બાજુમાં, બાપા સીતારામની મઢુલીવાળો રોડ, રૈયા રોડ ખાતે સાંજે ૬ થી ૧૦ વાગ્યા સુધી કરવામાં આવેલ છે.
આ શરદોત્સવમાં ૧ થી ૧૫ વર્ષ છોકરા અને છોકરી અને ૧૫ વર્ષથી ઉપરના છોકરા અને છોકરીના ખેલૈયાઓના ગળપ પાડવામાં આવેલ છે અને તેમાં વેલડ્રેસ અને પ્રિન્સ અને પ્રિન્સેસના ઈનામો દરેક ગળપ દીઠ આપવામાં આવશે. આ રાસોત્સવમાં હાઈવોલ્ટ ડી. જે. ના સથવારે ખેલૈયાઓ ઝમશે. સમાજના આગેવાનો હસ્તે કાર્યક્રમના અંતે ઇનામો વિતરણ કરવામાં આવશે. બાદ અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવે છે.
આ એક દિવસીય રાસોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અંબરીષભાઈ જે.વ્યાસ, ઉપપ્રમુખ સનતભાઈ કે. પંડયા, હર્ષદભાઈ કે. મહેતા, મહામંત્રી પ્રકાશભાઈ કે. ભટ્ટ, ખજાનચી રાજેશભાઈ એ. વ્યાસ તથા કારોબારી સભ્યો રવિભાઈ કે. વ્યાસ, પ્રશાંતભાઈ જે.રાવલ, હરેશભાઈ વી.પંડયા, પિયુષભાઈ એચ.ભટ્ટ, ધમેન્દ્રભાઈ એ. જોશી, મિલનભાઈ એચ. રાજયગુરૂ, નિરજભાઈ જે. રાજયગુરૂ, સમર્થભાઈ યુ. ઉપાઘ્યાય જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:26 PM IST)










