તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 1st October 2026
કાલે રાષ્ટ્રપતિ મોહનદાસ કરમચંદ ગાંધી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર શતશતનમન કરતા ઉદય કાનગડ
મહાત્મા ગાંધી એટલે વિશ્વને ભારત તરફની અપાયેલી વિશ્વ માનવની મહાનભેટ

રાજકોટ, તા.૧: સત્ય, શાંતિ અને અહિંસાના ઉપાસક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ‘જય જવાન જય કિસાન' સૂત્ર આપનાર ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રીશ્રી લાલબહાદુર શાષાીજીની જન્મજયંતી પર તેમને શત શત વંદન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે મહાત્મા ગાંધીજીએ સમગ્ર વિશ્વને અહિંસા બળમાં રહેલી અમોઘ શક્તિના દર્શન કરાવ્યા હતા. કેટલીક વિચક્ષણ અને વિરલ વિભૂતીઓના પગલા ઘરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્દ પણ ભુસી શકતો નથી. દેશની પ્રજા જેમને ‘યુગપુરૂષ', ‘સાબરમતીકા સંત', શ્નરાષ્ટ્રપિતાઙ્ખ તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વિશ્વને ભારત તરફથી અપાયેલી ‘વિશ્વ માનવ'ની મહાન ભેટ. મુઠ્ઠી હાડકાના આ માનવીએ સત્ય, અહિંસા, અહિંસક સત્યાગ્રહો, મજબૂત મનોબળ વડે બ્રિટીશ સરકારને ઝુકાવી હતી.
મહાત્મા ગાંધીજીએ વકીલાતની કમાણી છોડી ભારતની આઝાદીનું સબળ નેતળત્વ લીધુ. દક્ષિણ આફીકામાં રંગભેદ નીતિ સામે સત્યાગ્રહ આદર્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર કર્યો.સ્ત્રીશિક્ષણ, અસ્પળશ્યતા નિવારણ, નિરક્ષરતા નિવારણ, કુરિવાજો, દારૂબંધી, ગ્રામોધ્ધાર, દલિતોધ્ધાર, સ્ત્રી સ્વાતંત્રય જેવા એ સમયના અનેક પ્રશ્નો સામે લડત ઉપાડી જીવન જીવવાની એક નવી જ વ્યવહારૂ રીત તેમણે આચરી બતાવી.
મહાત્મા ગાંધીજીનો સત્ય અને અહિંસાનો માર્ગ તથા લાલબહાદુર શાષાીજીના‘જય જવાન જય કિસાન' ના આદર્શો આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણાદાયી છે તેમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતરત્ન લાલબહાદુર શાષાીજીની જન્મજયંતી પર શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
(3:19 PM IST)










