News of Wednesday, 7th October 2026
શાપરમાં ૧.૪૪ લાખનો દારૂ ભરેલા વાહન સાથે મોરબીના ત્રણ ઝડપાયા
શાપર પોલીસના પીઆઇ આર. બી. રાણાની રાહબારીમાં દરોડાઃ દારૂ, વાહન, ફોન સહિત રૂા. ૩.પ૯ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૭ :.. શાપરમાં ગંગા ગેઇટ અંદર રોડ ઉપર બડા દોસ્ત વાહનમાં ૧.૪૪ લાખનો દારૂનો જથ્થો લઇને નિકળેલા મોરબીના ત્રણ શખ્સોને શાપર પોલીસે બાતમીના આધારે દબોચી લઇ દારૂ વાહન ત્રણ ફોન સહિત રૂા. ૩.પ૯ લાખનો મુદામાલ કબ્જે કરી પુછતાછ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શાપરમાં ગંગા ગેઇટ અંદર રસ્તા ઉપરથી બાતમીના આધારે શાપર પોલીસના પી.આઇ. આર. બી. રાણાની રાહબારીમાં એએસઆઇ ટી. આર. સરવૈયા, કોન્સ. રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બડા દોસ્ત વાહનમાં દારૂના જથ્થો સાથે મોરબીના પ્રેમજીનગરના પુરણદાસ વીરદાસ ચાવડા (ઉ.વ.ર૮), ભુપત મેરૂભાઇ ઝાલા (ઉ.વ.૩૦) અને સાગર પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.ર૦) ને પકડી વાહનની તલાસી લેતા તેમાંથી રૂા. ૧.૪૪ લાખની કિંમતની દારૂની ૮૬૪ બોટલ, ૩ ફોન અને વાહન સહિત રૂા. ૩.પ૯ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
(3:46 PM IST)










