<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

‘થાઈલેન્‍ડ શોપિંગ ફેસ્‍ટ અને ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ બિગેસ્‍ટ એક્‍સ્‍પો'નો પ્રારંભ

રાજુભાઈ ધ્રુવના હસ્‍તે અમૃત સાગર પાર્ટી પ્‍લોટ ખાતે ઉદ્દઘાટન, ૧૧ દિવસ સુધી દેશ-વિદેશની વિવિધ પ્રોડક્‍ટ્‍સ, આકર્ષક ઓફરો અને દિવાળી શોપિંગની અનોખી તક : ‘આત્‍મનિર્ભર ભારત, સ્‍વદેશીનો સ્‍વીકાર અને સ્‍થાનિક વેપારનો વિકાસ'ના સંકલ્‍પ સાથે દિવાળીના પર્વમાં ખરીદીની રોનક વધારતો એક્‍સ્‍પો

રાજકોટ, તા. ૨૪  : શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા અમળત સાગર પાર્ટી પ્‍લોટ ખાતે જીએમ ઇવેન્‍ટ્‍સ એન્‍ડ સર્વિસીસ દ્વારા પ્રસ્‍તુત ૧૧ દિવસીય ‘થાઈલેન્‍ડ શોપિંગ ફેસ્‍ટ અને ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ બિગેસ્‍ટ એક્‍સ્‍પો'નો ભવ્‍ય પ્રારંભ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.

આ એક્‍સ્‍પોમાં થાઈલેન્‍ડ, અફઘાનિસ્‍તાન, કોરિયા, દુબઈ, ઈરાન સહિતના દેશોની વિવિધ -ોડક્‍ટ્‍સ અને આકર્ષક ચીજવસ્‍તુઓ એક જ સ્‍થળે ઉપલબ્‍ધ બનતાં રાજકોટવાસીઓ માટે દિવાળીના તહેવારની ખરીદીનું વિશેષ આકર્ષણ ઊભું થયું છે. ઉદ્ધાટન પ્રસંગે શ્રી રાજુભાઈ ધ્રુવે ભારતીય સંસ્‍કળતિમાં તહેવારો, વેપાર-વાણિજ્‍ય અને સ્‍થાનિક ઉદ્યોગોના મહત્ત્વ પર ભાર મૂકતાં આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને સાકાર કરવામાં સ્‍વદેશી ચીજવસ્‍તુઓના ઉપયોગ, સ્‍થાનિક ઉત્‍પાદકોને પ્રોત્‍સાહન અને નાના વેપારીઓના આર્થિક સશક્‍તિકરણની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્‍યું હતું. કેન્‍દ્રની પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વવાળી ભાજપ સરકાર તેમજ રાજ્‍યની મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના નેતળત્‍વવાળી ભાજપ સરકાર દ્વારા ‘આત્‍મનિર્ભર ભારત'ના વિઝન હેઠળ સ્‍થાનિક ઉત્‍પાદન, સ્‍વદેશી ઉદ્યોગો, કૌશલ્‍ય વિકાસ, ગ્રામ્‍ય અર્થતંત્રની મજબૂતી અને નાના-મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

‘વોકલ ફોર લોકલ'ના મંત્ર સાથે ભારતીય ઉત્‍પાદનોને પ્રોત્‍સાહિત કરવું અને સ્‍થાનિક કારીગરો, મહિલા સ્‍વસહાય જૂથો તથા નાના વ્‍યવસાયકારોને બજારની વધુ તકો ઉપલબ્‍ધ કરાવવી એ વિકસિત ભારતના નિર્માણ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. આવા શોપિંગ ફેસ્‍ટ અને એક્‍સ્‍પો ગ્રાહકોને વિવિધ પ્રકારની ચીજવસ્‍તુઓથી પરિચિત કરાવવાની સાથે વેપાર-વાણિજ્‍ય માટે પણ એક વિશાળ મંચ પૂરો પાડે છે.

ખાસ કરીને દિવાળી જેવા તહેવારોના સમયે સ્‍થાનિક બજારની રોનક વધે, વેપારીઓને ગ્રાહકો સુધી પહોંચવાની તક મળે અને નાગરિકોને ખરીદીના નવા વિકલ્‍પો મળે તે દૃષ્ટિએ આવા આયોજનોનું વિશેષ મહત્ત્વ છે. જીએમ ઇવેન્‍ટ્‍સ એન્‍ડ સર્વિસીસ દ્વારા આયોજિત આ ૧૧ દિવસીય એક્‍સ્‍પોમાં ગ્રાહકો માટે વિવિધ દેશોની વિશિષ્ટ પ્રોડક્‍ટ્‍સ રજૂ કરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટેની આકર્ષક એસેસરીઝ, થાઈ બામ, થાઈ સ્‍પા પ્રોડક્‍ટ્‍સ, કોરિયન એસેસરીઝ અને હેર એસેસરીઝ, અફઘાનિસ્‍તાનના ડ્રાયફ્રૂટ્‍સ, શીરયાખ, કાવા અને બેરી જામ, દુબઈના અત્તર અને પરફયુમ, બકલાવા તથા ચોકલેટ, મોતીની જ્‍વેલરી સહિતની અનેક ચીજવસ્‍તુઓનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખીને વિવિધ પ્રોડક્‍ટ્‍સ પર આકર્ષક ડિસ્‍કાઉન્‍ટ અને વિશેષ ઓફરો પણ રજૂ કરવામાં આવી છે. પરિવાર સાથે ખરીદી કરવા ઇચ્‍છતા રાજકોટવાસીઓ માટે આ એક્‍સ્‍પો એક જ સ્‍થળે વિવિધ વસ્‍તુઓ જોવાની અને ખરીદવાની અનુકૂળ તક પૂરી પાડે છે. આ તકે રાજુભાઇ ધ્રુવ એ જણાવેલ કે, આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં રાજકોટ જેવા વિકસતા શહેરમાં જીએમ ઇવેન્‍ટ્‍સ એન્‍ડ સર્વિસીસ દ્વારા આયોજિત ૧૧દિવસીય ‘થાઈલેન્‍ડ શોપિંગ ફેસ્‍ટ અને ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ બિગેસ્‍ટ એક્‍સ્‍પો' ખરેખર પ્રશંસનીય પહેલ છે. દેશ-વિદેશની વિવિધ પ્રોડક્‍ટ્‍સને એક જ સ્‍થળે ઉપલબ્‍ધ કરાવીને આયોજકોએ રાજકોટવાસીઓને ખરીદીનો અનોખો અનુભવ આપવાની સાથે વેપાર-વાણિજ્‍યને પ્રોત્‍સાહન આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. ખાસ કરીને દિવાળીના પર્વને ધ્‍યાનમાં રાખીને આકર્ષક ડિસ્‍કાઉન્‍ટ અને વિશેષ ઓફરો સાથે કરવામાં આવેલું આ આયોજન ગ્રાહકો માટે લાભદાયી બનવાની સાથે શહેરની આર્થિક પ્રવળત્તિઓને વેગ આપનારું બની રહેશે.

 પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવના હસ્‍તે થયેલા આ ઉદ્દઘાટન સાથે રાજકોટમાં દિવાળીની ખરીદીના માહોલમાં એક નવું આકર્ષણ ઉમેરાયું હતું.  પ્રદર્શનના ઉદ્દઘાટનના પ્રારંભ પ્રસંગે આયોજક તથા હરિયાણા પ્રદેશ યુવા ભાજપ પૂર્વ ઉપાધ્‍યક્ષ ગગનભાઈ મલ્‍હોત્રા,વ્‍યવસ્‍થા આયોજક કવિતાબેન કાચલિયા તથા અન્‍ય ઉપસ્‍થિત મહેમાન અતિથિ દીપ્તિબેન શાહ હાજર રહ્યા હતા.

(2:52 PM IST)