<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

તેરા તુજકો અર્પણઃ ઍ-ડિવીઝન, આજીડેમ, થોરાળા પોલીસે લોકોને ખોવાયેલી-ચોરાયેલી ૪૩ લાખની માલમત્તા પરત આપી

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, ઍસીપી બી. જે. ચોધરી, ઍસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ જે. વી. વાઢીયા, પીઆઇ ઍચ. ઍન. પટેલ અને ટીમોની કામગીરીથી અરજદારો રાજી થઇ ગયા

રાજકોટઃ લોકોના ખોવાયેલા ગુમ થયેલા ચોરાયેલા મોબાઇલ ફોન, વાહનો સહિત શોધીને મુળ માલિકને પરત સોîપવા માટે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત ઍ-ડિવીઝન પોલીસ, આજીડેમ પોલીસ અને થોરાળા પોલીસ દ્વારા અરજદારોને કુલ ૪૩ લાખ જેવી માલમત્તા પરત આપવામાં આવી હતી. પોલીસની આ કામગીરીથી લોકો રાજી રાજી થઇ ગયા હતાં.
ઍ-ડિવીઝન પોલીસે સાયબર ક્રાઈમ પોર્ટલ ૧૯૩૦ અને સીઇઆઇઆર પોર્ટલની મદદથી રિકવર કરાયેલો કુલ ૨૧,૪૬,૮૧૪ની કિંમતનો મુદ્દામાલ મૂળ અરજદારોને પરત સોîપ્યો હતો. જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૧૧ લાભાર્થીઓને કોર્ટ મારફતે ફ્રીઝ થયેલી રકમમાંથી ૪,૩૭,૯૮૧ની રોકડ પરત અપાવી હતી, જ્યારે સીઇઆઇઆર પોર્ટલની મદદથી શોધી કઢાયેલા ૫,૪૭,૮૩૩ની કિંમતના ૨૦ મોબાઈલ ફોન પણ તેના માલિકોને સોંપાયા હતા. આ ઉપરાંત ચોરી કે ગુમ થયેલા વાહન, સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત ૧૧,૬૧,૦નો મુદ્દામાલ ૧૨ લાભાર્થીઓને પરત સોંપવામાં આવ્યો હતો, આમ કુલ ૪૩ નાગરિકોને તેમની ગુમાવેલી મતા પાછી મળી હતી. 
જ્યારે આજીડેમ અને થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજીને કુલ રૂ. ૧૯,૭૨,૩૩૪ની મતા અરજદારોને પરત સોîપાઇ છે. જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા  સાયબર ફ્રોડનો ભોગ બનેલા તેમજ મોબાઈલ કે વાહન ગુમાવનારા કુલ ૫૨ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૧૫,૨૯,૩૪૬નો મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે. જેમાં ૯ અરજદારોને રૂ. ૪,૭૪,૨૪૩ પરત અપાવ્યા હતાં. ૨૪ ગુમ થયેલા મોબાઈલ કિંમત રૂ. ૫,૦૮,૧૦૬ શોધી કાઢવામાં આવ્યા હતાં. તેમજ  ૬ વાહનો કિંમત રૂ. ૨,૪૪,૦૦૦ પરત સોંપાયા હતા. ઍક  લાભાર્થીને રૂ. ૧,૨૫,૦૦૦ના દાગીના પરત મળ્યા હતાં. બે અરજદારોને રૂ. ૧,૭૮,૦૦૦ની રોકડ પરત સોંપાઈ હતી. તેમજ થોરાળા પોલીસ દ્વારા કુલ રૂ. ૪,૩૫,૫૪૬નો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને સપરત કરાયો હતો. સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. ૧,૧૦,૧૨૦ તથા  ખોવાયેલા ૧૨ મોબાઈલ ફોન કિંમત રૂ. ૩,૨૫,૪૨૬ના શોધી કાઢીને પરત સોંપવામાં આવ્યા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીકની સુચના અને ડીસીપી રાકેશ દેસાઇ, ઍસીપી બી. જે. ચોધરી, બી.વી. જાધવની રાહબરીમાં ઍ-ડિવીઝન પીઆઇ જે.વી.વાઢીયા, પીઍસઆઇ ઍ.ઍમ.ઝાલા, હેડકોન્સ. જયેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. જયવીરસિંહ ઝાલા, સતીષભાઈ બારડ,  જીતુબેન ભુંડીયા, અમૃતાબેન અને હોમગાર્ડ જવાન જયેશભાઈ ઝરીયા તેમજ આજીડેમ પીઆઇ અને થોરાળાના ઇન્ચાર્જ પીઆઇ ઍચ. ઍન. પટેલ, સાયબર ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ, મનિષાબેન,  હરેશભાઈગામી અને રાહુલભાઈ તથા થોરાળાના પો.સબ.ઇન્સ. ઍન.આર. ડોબરીયા તથા ઍલ.આર. નીલેશભાઈ ગઢાદરા સહિતે કરી હતી. (૧૪.૮)

 

(2:38 PM IST)