<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ચાના ‘કટીંગ' સાથે દારૂનુ ‘કટીંગ' ! : ચાની હોટલવાળો સાગર બાવન બોટલ સાથે પકડાયો

કોઠારીયા કોલોનીમાં ક્રાઇમ બ્રાંચને બાતમીના આધારે દરોડા : અન્‍ય ચાર દરોડામાં ક્રાઇમ બ્રાંચ ઉપરાંત આજી ડેમ અને પ્ર.નગર પોલીસે આંબેડકરનગર, ગઢકા રોડ, કોઠારીયા અને પોપટપરામાંથી દારૂ સાથે ચારને પકડયા

રાજકોટ, તા., ૩ : ભકિતનગર સર્કલ નજીક કોઠારીયા કોલોનીમાંથી ક્રાઇમ બ્રાંચે ચાની હોટલ ધરાવતા શખ્‍સને ૧૪ હજારના દારૂની પર બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. તો અન્‍ય ચાર દરોડામાં ૧ ચપલાથી લઇ ૪૮ બોટલ સાથે પોલીસે પાંચને દબોચી  ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.પી.ઝાલા, હેડ કોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, કોન્‍સ. અરવિંદભાઇ ફતેપરા સહિતના સ્‍ટાફે ભકિતનગર સર્કલ પાસે ૮૦ ફુટ રોડ પર કોઠારીયા કોલોની નજીકથી ચાની હોટલ ચલાવતા સાગર રમેશભાઇ પરમાર (ઉ.વ.૪૦ રહે. કોઠારીયા કોલોની કવાર્ટર) ને રૂા. ૧૪,૬ર૮ની કિંમતની દારૂની પર બોટલ સાથે પકડી લીધો હતો.

બીજા દરોડામાં ક્રાઇમબ્રાંચના હેડ કોન્‍સ. અમીતભાઇ ટુંડીયા, પુષ્‍પરાજસિંહ ગોહીલ, કરણભાઇ કોઠીવાળ, અરવિંદભાઇ ફતેપરા સહિતના સ્‍ટાફે કાલાવડ રોડ નજીક જડ્ડુસ હોટલ સામે આંબડેકરનગરમાં રહેતા રાહુલ પ્રવિણભાઇ બગડા (ઉ.વ.૨૯)ના મકાનમાં દરોડો પાડી તેને ૭૧૫૦ની કિંમતના દારૂના ૪૮ ચપલા કબ્‍જે કર્યા હતા.

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસના હેડકોન્‍સ.બી.એ. જોગીયા, સંજયભાઇ મિયાત્રા સહિતના સ્‍ટાફે રાજકોટ નજીક ગઢકા રોડ પર આર.કે. યુનિવર્સિટી નજીકથી હંસરાજ દેવજીભાઇ ગોવાણી (રહે.ગઢકા ગામ)ને રૂા.૧૪૯૪ની દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો.

ચોથા દરોડામાં આજીડેમ પોલીસના હેડ કોન્‍સ. ડી.જી. પાલા, કોન્‍સ. સાવનભાઇ સાંગાણી સહિતના સ્‍ટાફે કોઠારીયામાં ખોડલધામ-રમાં રહેતા સંદીપગીરી સુરેશગીરી મેઘનાથી (ઉ.વ.૨૭)ને તેના ઘર નજીકથી ૪૫૦ની કિંમતની દારૂની ૩ બોટલ સાથે પકડી લીધો હતો.

પાંચમાં દરોડામાં પ્ર.નગર પોલીસના હેડ કોન્‍સ.ક્રિપાલસિંહ ગોહીલ, કોન્‍સ. સાગરભાઇ વાઘેલા સહિતના સ્‍ટાફે પોપટપરા સ્‍મશાન સામેથી પ્રેમ મહેશભાઇ જોગીયાણી (ઉ.વ.૨૧ રહે.પ૩ કવાર્ટર, પોપટપરા સ્‍મશાન પાસે)ને દારૂના એક ચપલા સાથે પકડી લીધો હતો. (

(3:16 PM IST)