<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

પરાશર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગોૈશાળાના નવનિર્માણાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

શનિવારે પોથીયાત્રા સાથે શાષાીમેદાન ખાતે કથાનો પ્રારંભઃ કથાકાર જયદેવભાઇ રાજગોર કથાનું સંગીતમય રસપાન કરાવશેઃ રક્‍તદાન કેમ્‍પ, લોકડાયરો

રાજકોટ : પરાશર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગોૈશાળાના નવનિર્માણાર્થે ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત ᅠસપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.૨ મે થી  તા.૮મે દરમિયાન યોજાશે.

કથા કાર્યક્રમ રાત્રે ૮ થી રાત્રે ૧૧ સુધી શાષાી મેદાન, લીમડા ચોક ખાતે યોજાશે. ભાગવત કથાના વક્‍તા તરીકે જાણીતા કથાકારશ્રી જયદેવભાઇ રાજગોર (ભૂ.પુ.વિદ્યાર્થી સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર) દ્વારા શ્રીમદ્‌ ભાગવતજીના પવિત્ર પ્રસંગોનું રસપાન કરવવામાં આવશે.

દિવ્‍ય પોથીયાત્રા ૨-૫ શનિવારે સાંજે ૪ વાગે પંચનાથ મહાદેવ મ઼દિરથી વાજતે-ગાજતે કથા સ્‍થળ સુધી જશે. તા.૫-૫ મંગળવારે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, તા.૭-૫ના શ્રીકૃષ્‍ણ -રૂક્ષ્મણી વિવાહ તથા તા.૮-૫ના સુદામાચારિત્ર સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવશે.

આ પ્રસંગે સંતો, મહંતો તથા ધાર્મિક આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

કથા દરમિયાન જખાભાઇ હુંબલ તથા બાબુભાઇ હુંબલ (શ્રીરામ ગ્રુપ-ગાંધીધામ), બંકિમભાઇ મહેતા (સી.ઇ.ઓ. વાસુકી ગ્‍લોબલ ઇન્‍ડ. લિ.), ડો. પુરૂષોત્તમભાઇ પીપરીયા (સી.ઇ.ઓ. રાજકોટ કો.કો.ઓ. બેંક રાજકોટ), લાભુભાઇ ખીમાણીયા(અખિલ મચ્‍છોયમ આહિર સમાજ પ્રમુખ-દ્વારકા) તથા ડો. દેવેન્‍દ્રભાઇ દેકીવાડીયા (દેકીવાડીયા હોસ્‍પિટલ) સહિતના ઉપસ્‍થિત રહેશે.

ગોકુલ હોસ્‍પિટલ દ્વારા તા.૪-૫ થી તા. ૬-૫ ત્રણ દિવસની નિઃશુલ્‍ક આરોગ્‍ય તપાસનું આયોજન સાંજે ૬ થી૧૦ રાખેલ છે.

સ્‍થળઃ શાષાી મેદાન, લીમડા ચોક, રાજકોટ. તા.૨મે થી ૮ મે, સમય : રાત્રે ૮ થી રાત્રે ૧૧.

વધુવિગત માટે કોમલબેન જોશી - ૯૬૦૧૮ ૩૬૧૮૩, કલ્‍પનાબેન-૭૦૯૬૯ ૨૪૯૦૧, હીનાબેન- ૯૨૭૫૦ ૪૯૪૫૫, ધ્રુવીશાબેન - ૯૦૧૬૪ ૪૪૦૭૩નો સંપર્ક કરવો.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મનોજ રાજગોર, અલ્‍પેશ ગઢીયા, રાહુલ રાજગોર, પરેશ ગામોટ, બંસરી રાજગોર, જાગૃતી જોષી, તન્‍વી લ્‍હેરૂ, કલ્‍પનાબેન ત્રિવેદી, કિંજલબેન રાજગોર, હિનાબેન દવે અને દિવ્‍યાબેન રાજગોર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:08 PM IST)