<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા શર્મસાર: વૃદ્ધા ભારે જહેમત ઉઠાવીને બીમાર પતિને સ્ટ્રેચર પર લઈ જવા પડ્યાનો વીડિયો વાયરલ

સારવાર માટે આવેલી લાચાર વૃદ્ધાને સહાય ન મળવાની આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને મળતી સુવિધાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાચાર વૃદ્ધ દંપતીને મદદ ન મળવાની ઘટના સામે આવતાં હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બીમાર પતિને સારવાર માટે લઈ આવેલી અશક્ત વૃદ્ધાને મદદ કરવા કોઈ આગળ ન આવતાં તેમણે જાતે જ સ્ટ્રેચર ખેંચીને પતિને ડૉક્ટર સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. વૃદ્ધા ભારે જહેમત ઉઠાવીને બીમાર પતિને સ્ટ્રેચર પર લઈ જતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ પણ વૃદ્ધાની મદદે આવ્યો ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સારવાર માટે આવેલી લાચાર વૃદ્ધાને સહાય ન મળવાની આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને મળતી સુવિધાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હોસ્પિટલ તંત્રના કથિત નિષ્ઠુર વર્તનનો વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હવે આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

(2:49 PM IST)