News of Saturday, 25th April 2026
રાજકોટ જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં સુરક્ષા તંત્ર સજ્જઃર૬૦૦નો પોલીસ કાફલો તૈનાત
૬પ સેકટરમાં પોલીસ મોબાઇલનું પેટ્રોલીગઃ ૮ સ્ટ્રાઇકીંગે ફોર્સ ખડેપગેઃ એસ. પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટ તા. રપ :.. રાજકોટ જિલ્લામાં આવતીકાલે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી ભયમુકત અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાઇ તે હેતુથી જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ચૂંટણીના મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ બને તો ૮ સ્ટ્રાઇકીંગ ફોર્સને ખડેપગે રખાઇ છે. શાંતિપૂર્વક મતદાન થાય તે માટે ૬પ સેકટરમાં પોલીસની મોબાઇલ સતત ફરતી રહેશે. કુલ ર૬૦૦ નો પોલીસ કાફલો ખકડી દેવાયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્વિસ રાય રાજકોટ રેન્જ, રાજકોટનાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર નાઓની સુપરવિઝન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યસ્થા જળવાઈ અને નિષપક્ષ અને ભયમુક્ત રીતે ચુંટણી યોજાય તે સારૂ રાજકોટ ગ્રામ્ય જિલ્લમાં મદદનીશ પોલીસ અધિક્ષક -૦૨, નાયબ પોલીસ અધિક્ષક-૦૪, પોલીસ ઈન્સપેક્ટર -૨૯, પોલીસ સબ ઈન્સ્પેક્ટર- ૫૭ તથા અન્ય કુલ પોલીસ કર્મચારીઓ-૧૨૫૭ તથા જી.આર.ડી/હોમ ગાર્ડ જવાનો કુલ -૧૨૯૨ તથા કુલ-૫૬ એસ.આર.પી જવાનો સહિત ર૬૦૦ ના ૬પ સેકટર પોલીસ મોબાઇલના પેટ્રોલીંગ સાથે એલસીબી/એસઓજી / કયુઆરટીની કુલ- ૦૮ સ્ટ્રાઈકીંગ ફોર્સ જેઓ કુલ-૧૮૦ બોડીવોર્ન કેમેરા તથા રાયોટ કંટ્રોલના અધ્યતન સાધનો સાથે કુલ-૦૬ ટીમ તથા સોશીલય મીડીયાની એક ટીમના મોનીટરીંગ હેઠળ ૦૬ ડ્રોનની ચાંપતી નજર રહેશે.
ચુટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે સારૂ કુલ ૧૦ અસામાજીક તત્વો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
(12:06 PM IST)










