News of Saturday, 10th October 2026
સંગીતનાં દરીયામાં...ગીતોની લહેરમાં ભીંજાશે જૈનમ- મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવનાં ખેલૈયાઓ
માત્ર ૧૭ વર્ષની વયે સેકસોફોન વગાડતી મુણાલ સાલુખેને નિહાળવીએ અનેરો લ્હાવો અને અનુભવ બની રહેશો

રાજકોટઃ જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ માં ખેલૈયાઓને મોજ પડી જાય તેવું આયોજન કરવામાં આવેલ છે લાખો વોટની હાઈ-ફાઈ સાઉન્ડ સીસ્ટમ, મુંબઈથી ૨૨ થી પણ વધુ સાંજીદાઓની ઓરકેસ્ટ્રા ટીમ અને બે મેલ તથા ત્રણ ફીમેલ સીંગરો જૈનમનાં આંગણે જમાવટ કરશે. આ વર્ષે અનેકવીધ સરપ્રાઈઝ આયોજનો પણ જૈનમ રાસોત્સવમાં થવાનાં હોવાનું જણાવાયું છે.
આ વખતની વિશેષતા એ છે કે પ્રોફેશનલી ટ્રેઈન્ડ અને અનેક લાઈવ સ્ટેજ શો, કોન્સર્ટ કરવાનો ખૂબ બહોળો અનુભવ ધરાવતા મુંબઈનાં આર્ટીસ્ટો પોતાની રિધમથી જૈનમ રાસોત્સવનાં ખેલૈયાઓને લાઈવ શો નિહાળતા હોય તેવી અનુભુતી કરાવશે. આ રિધમીસ્ઠો પૈકી સૌથી ધ્યાનાકર્ષક આર્ટીસ્ટ છે ફીમેલ સેકસોફોન આર્ટીસ્ટ મૃણાલ સાલુખે માત્ર ૧૭વર્ષની નાની વયની કિશોરાવસ્થામાં કોઈ અનુભવી આર્ટીસ્ટને પણ શરમાવે તેવી પારંગતતા કેળવીને સેકસોફોન વગાડશે. આ વાજીંત્ર વગાડવું સારા સારા આર્ટીસ્ટોનાં ગજા બહારની વાત છે ત્યારે ખૂબ જ નાની વય થી આ સેકસોફોન પ્રત્યે પોતાનો લગાવ ધરાવતી આ આર્ટીસ્ટે ખૂબ જ નાની વયે મહારથ હાંસલ કરી છે, જેને ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતી જોવું એ પણ અનેક લહાવો અને વિશેષ અનુભવ બની રહેશ્ો.
આ યુવા મહિલા પરર્ફોમર સેકસોફોન મધુર અને મેલોડીક સુરને ગરબાના પરંપરાગત સંગીત સાથે જોડીને જૈનમનાં મ્યુઝીક સેકશ્ાનને એક આગવી ઓળખ આપશે. એકમાત્ર યુવા લેડી સેકસોફોન પ્લેયર મૃણાલ સાલુખે ઉપરાંત અન્ય આર્ટીસ્ટો ધનસુખ મંગલ ગરૂડા, કેવલ તાંબેકર, વંશ્ા પારલેકર, રોહન ગાવડે, યશ કામલે, સચીન કાસકરે, રોહીત ચંદ્રવણકર, સુશાંત કસારે, આશીષ ખરાત, સૌરભ પાટીલ, તેજ્ ખડતર, રોહીત કદમ, મંથન જોષી, કેયુર વાઘેલા, આકાશ દેવગાણીયા, આશીષ વાગલે, વિનેશ કામત અને રઘુ ગોવડે પોતાનું કૌશલ્ય દર્શાવી ગરબાનાં જાણીતા તાલ વચ્ચે સેકસોફોનનાં લાઈવ સુર ખાસ મેલોડીક ઈન્ટરલ્યુડસ અને ફયુઝન એરેજમેન્ટ દ્વારા એક વિશેષ સંગીતમય અનુભુતી કરાવશે.
આ ઓરકેસ્ટ્રા ટીમ માત્ર ગીતો સાથે મ્યુઝીક પીરસવાનું જ નહીં ખેલૈયાઓને રીધમ અને એનર્જી સાથે સતત કનેકટ રાખવાનું કામ કરશે, લાઈવ ડ્રમ, પર્કશ્ાન, કી બોર્ડ, ગીટાર, બ્રાસ અને વિવિધ પ્રકારનાં મેલોડીક ઈન્સ્ટ્રુમેન્ટ ગરબાનાં ગીતો પરંપરાગત ગરબા, આપણા સૌરાષ્ટ્રનું લોકસંગીત અને મ્યુઝીકલ ટીમનું આધુનિક ફયુઝન બીટ્સ વાતાવરણને જીવંત બનાવશે અને સમગ્ર ગ્રાઉન્ડમાં એનર્જેટીક ઓરાની રચના કરશ્ો.
ગાયકો ઉમેશ્ા બારોટ, પ્રદિપ ઠક્કર સાથે ફીમેલ સિગરો મોના ભટ્ટ, દ્રષ્ટિ કાલાવડીયા, નમ્રતા ગોસલીયા પોતાના કલાનાં કામણ પાથરશ્ો. ગરબામાં પ્રસ્તુત થનાર ગીતોમાં પરંપરાગત લોકપ્રીય ગીતો, ટ્રેન્ડીંગ ગરબાઓ, યુવાનોમાં લોકપ્રીય ગીતો સાથે ગરબાનું કોમ્બીનેશ્ાન અને ખેલૈયાઓને સતત એનર્જી પુરી પાડે તેવા મ્યુઝીકલ ટ્રેકનું સિલેકશન કરવામાં આવશે.
તસ્વીરમાં ૧૭ વર્ષની સેકસોફોન આર્ટીસ્ટ મૃણાલ સાલુખે, મુંબઈથી ખાસ જૈનમનાં ખેલૈયાઓને પોતાની કલાનાં કામણ પાથરવા આવેલ ફીમેલ સિગર મોના ભટ્ટ તથા એન્કર હિરલ ગાંઠાણી સાથે જૈનમ પરિવારનાં જીતુભાઈ લાખાણી, કોમીલભાઈ વોરા, ભવ્યભાઈ વોરા, શ્ૌલેનભાઈ શાહ તથા પારસભાઈ શેઠ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:09 PM IST)










