તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Friday, 11th September 2026
વિજ્ઞાન યાત્રા ૩.૦ : ૧૫ દિવસ ૧૫માં ૨૫ હજારથી વધુ સંશોધકોને તાલીમ અપાશે
ફિઝિક્સ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે... : દેશની ટોચની સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિકો વર્ચ્યુઅલ પરિસવાંદના માધ્યમથી જુદી જુદી ટેકનોલોજીના જ્ઞાનનું આદાન-પ્રદાન કરશે

રાજકોટ, તા. ૧૦ : વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવા સંશોધકો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તથા સંશોધન પ્રત્યેની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા, તેમજ દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓના નિષ્ણાંત વૈજ્ઞાનિકોના જ્ઞાન અને અનુભવોનો વ્યાપક લાભ યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ભૌતિકશાષા વિભાગ અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી - ગુજરાત પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે ૅવિજ્ઞાન યાત્રા 3.0 - A Travel for Scientific Indian Minds towards Vikshit Bharat" નામની વિશિષ્ટ અને જ્ઞાનપ્રદ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૧ સપ્ટેમ્બર થી ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ વ્યાખ્યાન શ્રેણી ઓનલાઈન માધ્યમથી યોજાશે. ભૌતિકશાષાના વિવિધ આધુનિક અને આંતરવિષયક સંશોધન ક્ષેત્રોને આવરી લેતી આ શ્રેણીનો લાભ UG અને PG વિદ્યાર્થીઓ, સંશોધન વિદ્વાનો, અધ્યાપકો, ભૌતિકશાષાના સંશોધકો તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકો લઈ શકશે.
‘‘વિજ્ઞાન યાત્રા 3.0'' વ્યાખ્યાન શ્રેણીનાં પેટ્રોન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ઉત્પલ જોશી તથા કો-પેટ્રોન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા છે. કાર્યક્રમ ને સફળ બનાવવા ગુજરાત પ્રાંત વિજ્ઞાન ગુર્જરી અધ્યક્ષ પ્રોફેસર ચૈતન્ય ભાઈ જોષી, સચિવ શ્રી જિગ્નેશભાઈ બોરીસાગર, સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રોફેસર પ્રદીપભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરાઇ રહ્યું છે. કાર્યક્રમના કન્વીનર તરીકે પ્રો. નિકેશ એ. શાહ, પ્રોફેસર અને અધ્યક્ષ, ભૌતિકશાષા વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ડૉ. પીયૂષ એસ. સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ભૌતિકશાષા વિભાગ છે. કાર્યક્રમના આયોજનમાં પ્રો. કે. બી. મોદી, પ્રો. એચ. ઓ. જેઠવા, ડૉ. અશ્વિની ડી. જોશી, ડૉ. દવિત બી. ધ્રુવ, ડૉ. ધીરેન પંડયા અને ડૉ. મેઘા વાગડિયા ઇવેન્ટ કો-ઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.
(2:13 PM IST)










