News of Friday, 18th September 2026
સોયાબીન ઓઇલ અને વનસ્પતિ ઘી મિક્સ કરી ‘શુધ્ધ ઘી'ના નામે વેંચવાનું કૌભાંડઃ એસઓજીનો કેવડાવાડીમાં દરોડો
કેવડાવાડીના ‘વોલ્ગા ઘી ડેપો'માંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો, મશીનરી અને સ્ટીકરો કબ્જેઃ મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા સેમ્પલ લેવડાવાયાઃ ઉત્પાદક કેવલભાઇ ચંદ્રાણી રૂા. ૪૦૦નું કિલો લેખે વેંચાણ કરતાં હતાં: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમનો મનપા અધિકારીઓને સાથે રાખી દરોડો : અનોપસિંહ ઝાલા અને યોગરાજસિંહ છનુભાની બાતમીથી કાર્યવાહી જામ ખંભાળીયાનું શુધ્ધ ઘી, ભેંસનું વલોણાનું ઘી, ગૌશાળાનું શુધ્ધ દેશી ગાયનું ઘીૅ અને હોમમેડ કાઉ ઘીૅ જેવા લખાણવાળા ૨૫૦થી વધુ નાના-મોટા રંગીન સ્ટીકરો પણ કબ્જે

રાજકોટ તા. ૧૮: શહેરના કેવડાવાડીમાં એક દૂકાનમાં વોલ્ગા ઘી ડેપોના નામે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરી વેંચાણ કરવામાં આવતુ હોઇ આ કારસ્તાનો એસઓજીએ પર્દાફાશ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કરી સેમ્પલ લેવડાવ્યા છે. આ ઘી રૂા. ૪૦૦ના કિલો લેખે વેંચવામાં આવતું હતું. સોયાબીન ઓઇલ, વનસ્પતિ ઘી અને દુધની બનાવટનું ઘી મિક્સ કરીને ભેળસેળવાળુ ઘી શુધ્ધ ઘીના નામે રૂા. ૪૦૦નું કિલો લેખે વેંચાતુ હતું.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવળત્તિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચના અન્વયે એસઓજી રાજકોટ શહેરની ટીમે કેવડાવાડી વિસ્તારમાં સફળ દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બનાવટી ઘીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આ કામગીરી અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌધરી સાહેબની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા તેમની ટીમ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. યોગરાજસિંહ છનુભા તથા પો.કોન્સ. અનોપસિંહ પ્રવિણસિંહને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે, કેવડાવાડી મેઇન રોડ બોમ્બે આયર્ન પાસે આવેલી વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાં તેના માલિક કેવલભાઇ જયપ્રકાશભાઇ ચંદ્રારાણી (રહે. જગન્નાથ શેરી નં.૩, અમી સંસ્કળતિ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.૧૦૩, રાજકોટ) દ્વારા સોયાબીન ઓઇલ તથા વનસ્પતિ ઘી તથા દૂધની બનાવટનું ઘી મિક્સ કરી ભેળસેળવાળું ઘી બનાવી અલગ અલગ ડબ્બાઓમાં પેક કરી ગ્રાહકોને વેચાણ કરવામાં આવે છે.
આ હકીકત આધારે પોલીસે તુરંત જ કેવડાવાડી ખાતે આવેલી વોલ્ગા ઘી ડેપોમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન દુકાનમાંથી ગીર ગાયનું ઘી, માખણનું ઘી, જામ ખંભાળીયાનું ભેંસનું વલોણાનું શુદ્ધ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી તથા કામધેનુ પ્રીમિયમ ઘી લખેલા વિવિધ માપના ટીન, ડબ્બા, પ્લાસ્ટિકની બરણીઓ અને કાચની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત વનસ્પતિજન્ય શંકાસ્પદ ઘી ભરેલા પતરાના શીલપેક ડબ્બા, સોયાબીન ઓઇલ મિક્સ કરેલ શંકાસ્પદ ઘીનો જથ્થો, કાચની ખાલી બોટલો, કેમિકલ અને પેકિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની દોરીઓ પણ કબ્જે કરવામાં આવી હતી.
આ ઘી તૈયાર કરવા અને તેનું આકર્ષક પેકિંગ કરવા માટે વપરાતી વિવિધ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. જેમાં ડબ્બાના ઢાંકણા શીલ કરવાનું મશીન, ઓયલિંગ પંપ, તવીથો, હથોડી, પકડ, ડીસમિસ, ઘી ગાળવાની ગરણીઓ, સ્ટીલનો મોટો ડોયો, ઇન્ડિયન કંપનીનો પાંચ કિલોનો ગેસનો બાટલો, ચુલો, લાઇટર તથા ગોલ્ડ સન કંપનીનો ૩૦ કીલોની ક્ષમતાવાળો વજન કાંટો મળી આવ્યો હતો. આ સિવાય ગ્રાહકોને ભ્રમિત કરવા માટ જામ ખંભાળીયાનું શુદ્ધ ભેંસનું વલોણાનું ઘીૅ, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘીૅ અને હોમમેડ કાઉ ઘીૅ જેવા લખાણવાળા ૨૫૦થી વધુ ના નાના-મોટા રંગીન સ્ટીકરો પણ કબ્જે કરાયા હતા. પોલીસે સ્થળ પરથી ફુડ એન્ડ ડ્રગ્સ લાઇસન્સ (રજી.નં. ૦૨૦૭૨૧૦૩૦૦૦૧૪૪૯) સાથે કુલ રૂ. ૨,૮૩,૯૭૬ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દરોડા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફુડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડને સ્થળ ઉપર બોલાવી શંકાસ્પદ ઘીના સેમ્પલો લેવડાવી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા, એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. હરદેવસિંહ દિલુભા, પો.હેડ.કોન્સ. યોગરાજસિંહ છનુભા, પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ હરિヘંદ્રસિંહ, પો.કોન્સ. અનોપસિંહ પ્રવિણસિંહ, પો.કોન્સ. મહાવીરસિંહ દશરથસિંહ તથા પો.કોન્સ. રોહિતસિંહ કનકસિંહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. (૧૪.૧૨)
(3:35 PM IST)










