News of Saturday, 18th July 2026
કહીં ન કહીં કોઇ હૈ ...: શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા કાલે પરીવાર પરીચય મિલન-૨૦૨૬

રાજકોટઃ શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ -રાજકોટ દ્વારા સતત ૨૬માં વર્ષ સમગ્ર ભારતમાં વસતા દશનામ ગોસ્વામી સમાજનાં ઉચ્ચ શિક્ષીત યુવક/યુવતિઓ માટે યોગ્ય જીવનસાથી પસંદગી કરવાનાં મહાયજ્ઞ સમાન કાર્યક્રમ વિશાળ ફલક પર હેમુગઢવી હોલ ખાતે તા.૧૯ રવિવારનાં બપોરે બે વાગ્યાથી ‘‘કહીં ન કહીં કોઇ હૈ'' પરીવાર પરીચય મિલન-૨૦૨૬ શિર્ષક હેઠળ યજમાન આયોજન થશે.
આ કાર્યક્રમમાં દશનામ ગોસ્વામી સમાજનું પ્રતિષ્ઠીત સન્માન‘‘દશનામ શિરોમણી સન્માન -૨૦૨૦૬'' આદર્શ સંત શિરોમણીથી બુધ્ધગિરી બાપુ- જુનાગઢ- પંચદશનાય જુના અખાડા તેમજ નિર્ભીક પત્રકાર તેની શ્રી કાંતિભારથી ગોરધનભારી ગોસ્વામી-ભાવનગરને એનાયત કરવામાં આવશે. ઉપરાંત આજીવન ઉચ્ચ માનવિય મૂળ્યો સમાજને અર્પણ કરનારને ‘‘મરણો પરાંત'' અપાતા સન્માન ‘‘દશનામ વિરળ વિભૂતિ સન્માન-૨૦૨૬'' કૈલાસવાસી પ્રો. મનોગિરી ડી. મેઘનાથ-કેશોદને અર્પણ કરવામાં આવશે. પ્રતિભાક્ષેત્રે અનમોળ પ્રતિભા ધરાવતા ગુજરાતી ફીલ્મોનાં યુવા અને પ્રતિભાશાળી ડીરેકટર, પ્રત્યિુસર, લેખક એવા શ્રીધ્રુવ ગોસ્વામી-અમદાવાદને દશનામ પ્રતિભાશાળી ડીસ્ટર,પ્રત્યુસરમાં આવશે.
સમગ્ર સમારોહનાં અધ્યક્ષ સ્થાને ઉદ્યોગપતિશ્રી પ્રેમગિરી, દેવગિરી-રાજકોટ તેમજ સમારોહ ઉપાધ્યક્ષ પદે મનસુખપુરી-ભાવનગર, ચિત્રનપુરી-અમદાવાદ, કૃષ્ણગિરી (કાનાભાઇ) લિંબડી રહેશે. સમારોહના. પ્રમુખ સ્થાને શ્રી ધર્મનુંગિરી-અમરેલી બિરાજશે. તેમજ નારી અતિથિવિશેષ મમતાબેન મહેન્દ્રગિરી-ભાવનગર ઉપસ્થિત રહેશે.
સમારોહનું દિપપ્રાગટય અશોકગીરી-કડી, પ્રતાપગિરી-ગોંડલ, હેમેન્દ્રગીરી જામનગર હરેશભારથી-અમદાવાદ, પ્રો.રાજેશગીરી-મુંબઇ, હસુપુરીબાપુ-સાંઢીડા, રસિકપ્રગટબાપુ- અનિલગિરી-ગાંધીનગર, જયદેવગીરી-ભાવનગર, એડવોકેટ એડવોકેટ હિતેન્દ્રપુરી-સુરત, હરનામભારથી-ભાવનગર, નલેશગિરી-અંથર રહેશે અને ઉદઘાટક તરીકે રાજકોટમાં જ્ઞાતિશ્રેષ્ઠીઓ સર્વશ્રી પ્રફુલગિરી, ડો.મનિષગિરી, મહેન્દ્રગિરી, રમેશગિરી-ખેરડી, રાજેશગીરી પ્રેમગિરી હિતેશગિરી, પ્રવિણપુરી પક્ષવંતપુરી, હસુબાપુ, દિનેશગિરી, હીરગિરી, મહંતશ્રી જગદીશગિરી- વાય. કે. ગોસ્વામી તથા પ્રો. યવંતગિરીનાં હસ્તે થશે.
આયોજન સફળ બનાવવા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ નિલેશપુરીનાં માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રેસિડેન્ટ એડવોકેટ ગિરીશપુરી, પ્રમુખશ્રી મહેશપુરી, અમુલગિરી, દેવાંગગિરી, રાજનગિરી, સાગરગિરી, કલ્પેશગિરી, કાવ્યનિલગિરી તેમજ ક્રીએટીવ લેડીઝ કલબના પ્રમુખ તેજલબેન, તથા શ્રધ્ધાબેન, ઉર્વશીબેન, દીપ્તીબેન રવિશાબેન, ભાર્ગવીબેન તથા કન્વીતર અને માનદપ્રમુખો, શિલ્પાબેન, ગીતાબેન, સરોજબેન અને પલ્લવીબેન તથા સમગ્ર યુથ કલબની ટીમ વગેરે જહેમત ઉઠાવી રહી છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:01 PM IST)










