<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

એસએસ રિટેલ લિ.નો આઇપીઓ બુધવારે ખુલશે, રોકાણકારોને તક

મોબાઇલ ફોન, મોબાઇલ એસેસરીઝ અને વિવિધ ઇલેકટ્રોનિક ચીજવસ્‍તુઓના રીટેલ ક્ષેત્રમાં ઝડપથી વિસ્‍તરી રહેલી રૂા.૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતા શેર માટે રૂા. ૪૦૩થી રૂા. ૪૨૪ની પ્રાઇઝ બેન્‍ડઃ શેરદીઠ રૂા. ૨૫ના ડિસ્‍કાઉન્‍ટ પર અરજી કરી શકાશેઃ ૧૮મીએ ઓફર બંધ


 

રાજકોટઃ મોબાઇલ ફોન, મોબાઇલ એસેસરીઝ અને વિવિધ ઇલેક્‍ટ્રોનિક ચીજવસ્‍તુઓના રિટેલ ક્ષેત્રમાં ઝડપથી વિસ્‍તરી રહેલી એસએસ રિટેલ લિમિટેડ   હવે મૂડીબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીનો ઇનિશિયલ પબ્‍લિક ઓફર (આઇપીઓ) આગામી બુધવાર, ૧૬ સપ્‍ટેમ્‍બરના રોજ ખુલશે અને રોકાણકારો માટે બિડિંગ કરવાની છેલ્લી તારીખ શુક્રવાર, ૧૮ સપ્‍ટેમ્‍બર રહેશે. કંપનીએ આઇપીઓ માટે પ્રતિ ઇક્‍વિટી શેર રૂ.૪૦૩થી રૂ.૪૨૪નો પ્રાઇસ બેન્‍ડ નક્કી કર્યો છે.

કંપનીના આ આઇપીઓનું કુલ કદ આશરે રૂ.૫,૦૦૦ કરોડનું છે. તેમાં રૂ.૩,૬૦૦ કરોડ સુધીનો ફ્રેશ ઈશ્‍યૂ જ્‍યારે પ્રમોટર્સ તથા અન્‍ય શેરધારકો દ્વારા આશરે રૂ.૧,૪૦૦ કરોડ સુધીના શેરનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. આ ઉપરાંત કંપનીના કર્મચારીઓ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. કર્મચારીઓને પ્રતિ ઇક્‍વિટી શેર રૂ.૨૫ના ડિસ્‍કાઉન્‍ટ પર શેર માટે અરજી કરવાની તક મળશે.

આઇપીઓમાં રિટેલ રોકાણકારો માટે ૩૫ ઇક્‍વિટી શેરનો એક લોટ નક્કી કરવામાં આવ્‍યો છે. એટલે કે રૂ.૪૨૪ના અપર પ્રાઇસ બેન્‍ડ પ્રમાણે રોકાણકારોએ એક લોટ માટે મહત્તમ રૂ.૧૪,૮૪૦નું રોકાણ કરવું પડશે. વધુ શેર માટે ૩૫ના ગુણાંકમાં અરજી કરી શકાશે. આઇપીઓમાં બિડિંગ શરૂ થયા બાદ રોકાણકારો કંપનીની કામગીરી, નાણાકીય સ્‍થિતિ અને IPOના હેતુઓને ધ્‍યાનમાં રાખીને નિર્ણય લઈ શકશે. એસએસ રિટેલ મોબાઇલ ફોન, મોબાઇલ એસેસરીઝ તથા અન્‍ય ઇલેક્‍ટ્રોનિક ઉત્‍પાદનોના રિટેલ વ્‍યવસાય સાથે સંકળાયેલી કંપની છે. કંપની હાલમાં મહારાષ્‍ટ્ર, કર્ણાટક, મધ્‍યપ્રદેશ, ગોવા અને ગુજરાત સહિત પાંચ રાજ્‍યોમાં કામગીરી ધરાવે છે. કંપની વિવિધ પ્રકારના રિટેલ ફોર્મેટ હેઠળ ગ્રાહકો સુધી મોબાઇલ અને ઇલેક્‍ટ્રોનિક્‍સ પ્રોડક્‍ટ્‍સ પહોંચાડે છે. તેમ જણાવાયું છે. કંપનીના સ્‍ટોર નેટવર્કમાં એસએસ રિટેલ મેગા સ્‍ટોર, મિની મેગા સ્‍ટોર, ટિયર-૧, ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં આવેલા વિવિધ ફોર્મેટના સ્‍ટોરનો સમાવેશ થાય છે. કંપનીનો મુખ્‍ય ફોકસ મોબાઇલ ફોન અને એસેસરીઝના રિટેલ વેચાણ પર રહ્યો છે. પヘમિ ભારતના વિવિધ શહેરોમાં કંપનીએ પોતાની હાજરી મજબૂત બનાવી છે.

એસએસ રિટેલના વિસ્‍તરણની ગતિ તેના સ્‍ટોર નેટવર્ક પરથી પણ જોવા મળે છે. ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ કંપની પાસે ૨૩૬ સ્‍ટોર હતા, જે વધીને ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ૫૦૩ સ્‍ટોર થયા છે. એટલે કે બે વર્ષના સમયગાળામાં કંપનીના સ્‍ટોરની સંખ્‍યામાં આશરે ૪૫.૯૯ ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાવાયું છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી કંપનીના કુલ ૫૦૩ સ્‍ટોરમાંથી ૪૫૮ સ્‍ટોર મહારાષ્‍ટ્રમાં હતા. કંપનીના અહેવાલ મુજબ પヘમિ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા, મધ્‍યપ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ જેવા વિસ્‍તારોમાં કંપનીની નોંધપાત્ર હાજરી છે. મહારાષ્‍ટ્રમાં મોબાઇલ ફોન રિટેલ ચેઇન તરીકે કંપનીનું સ્‍થાન પણ મજબૂત હોવાનું કંપનીના દસ્‍તાવેજોમાં જણાવાયું છે. કંપની છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના સ્‍ટોર નેટવર્કનો સતત વિસ્‍તાર કરી રહી છે. સ્‍ટોરની સંખ્‍યા વધારવાની સાથે વિવિધ પ્રોડક્‍ટ કેટેગરીમાં કામગીરી વિસ્‍તારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્‍યો છે. કંપનીના જણાવ્‍યા મુજબ મોટા શહેરોથી લઈને ટિયર-૨ અને ટિયર-૩ શહેરો સુધી રિટેલ નેટવર્ક ઊભું કરવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એસએસ રિટેલ લિ.ના ચેરમેન અને એમ.ડી. શ્રી સિધ્‍ધાર્થ શાહ, ગ્રુપ સીઇઓ શ્રી નિતિન જૈન, સેમસંગ, ડીસ્‍ટ્રીબ્‍યુટર શ્રી કૌશલ પટેલ અને માસ્‍ટર ફ્રેન્‍ચાઇઝ ગુજરાતના શ્રી અમર શાહ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:28 PM IST)