તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
કાંગશીયાળીની સીમમાં મકાનમાંથી ૪ ફોન સહિત રૂા.૭૩ હજારની ચોરી
પરિવારને ઉંઘતો રાખી તસ્કરો ફોન, બાઇક અને રોકડ ઉઠાવી ગયાઃ શાપર પોલીસ મથકમાં ફરીયાદ : રાજકોટ શહેરના અમૂક વિસ્તારોમાં આજે વ્હેલી સવારે પણ ત્રીજા દિવસે ઝાકળ વર્ષા રહી હતી

રાજકોટ તા.૨૯: રાજકોટની ભાગોળે કાંગશીયાળી ગામની સીમમાં વાડીમાં રહેતા રાહુલ મનુભાઇ વાવડીયા (ઉ.વ.૨૧)ના મકાનમાંથી તેના અને તેના પરિવારજનોના મળી ૪ મોબાઇલ અને બાઇક મળી કુલ રૂા.૭૩ હજારની તસ્કરો ચોરી કરી ગયાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે કાંગશીયાળી ગામની સીમમાં વાડીમાં રહેતા મૂળ સાયલાના મોરસર ગામના રાહુલ વાવડીયાએ શાપર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ગઇ તા. ૨૭ના રાત્રે તે તેના પત્ની, પિતા અને ભાઇ વાડીએ આવેલા મકાનમાં સુઇ ગયા હતા. તેના માતાએ તેને ઉઠાવી બહાર પાર્ક બાઇક નહી હોવાનુ કહેતા તે ત્યાં જઇને જોતા બાઇક જોવા મળ્યુ ન હતુ. બાદમાં રૂમમાં તપાસ કરતા તેના, પત્ની, ભાઇ અને પિતાના ૪ ફોન અને ૬ હજારની રોકડ પણ જોવા નહી મળતા તસ્કરો રૂા.૭૩ હજારની મત્તા ચોરી ગયાની જાણ થતા ફરીયાદ નોંધાવી હતી
(11:27 AM IST)










