News of Saturday, 26th September 2026
રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારા અને દસ્તાવેજ નોંધણી બાબતેના પ્રશ્નોની અધિકારી સમક્ષ રજુઆત

રાજકોટ, તા.૨૬: રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારાના કાયદા હેઠળ થતી કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારશ્રીને રજુઆત કરવામાં આવેલ હતી આ રજુઆતો પૈકી ખરીદનાર અને વેચનારને સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ રજુ કરવાની કોઈ કાયદામાં જોગવાઇ ન હોય અને કોઇને ફરજ ન પાડી શકાય. તેવી રજુઆત કરેલ તે પરત્વે નાયબ કલેકટર એ હકારત્મક વણલ અપનાવેલ. તેમજ અશાંત ધારાની અરજી સાથે મિલકતના ઉતરોતર દસ્તાવેજો આપવાની જરૂરીયાત નથી. આવી રજુઆતો પ્રાંત અધિકારી શ્રીએ ગ્રાહય રાખી. જે કેસમાં પ્રોપટીકાર્ડમાં છેલ્લા માલીકનું નામ દાખલ થયેલ ન હોય તેવા કેસમાં ઉતરોતર દસ્તાવેજો આપવાના રહેશે. તેવુ જણાવેલ હતુ.
આ ઉપરાંત સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ના સબ-રજીસ્ટ્રાર શ્રી દેસાઈ તથા અન્ય સબ-રજીસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે નોંધણી નિરીક્ષક શ્રી અજયકુમાર ચારેલ ને મુખ્યત્વે રજુ આતો કરવામાં આવેલ. જે રજુઆતો દ્વારા ધ્યાનથી સાંભળી અને વહેલીતકે તેનું નિરાકરણ કરવાની બાંહેધરી આપેલ હતી. આ રજુઆતમાં રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશના પ્રમુખ શ્રી એન.જે. પટેલ, સહિતનાહોદેદારો તથા સભ્યો હાજર રહેલ હતા.
અને તેઓએસોગંનામું, ઈન્ડેક્સ, લિવિંગ સર્ટિફિકેટ, ઉતરોતર દાતાવેજ, એક અઠવાડિયા માં નિકાલ સહિતના પ્રશ્નોની રજુઆત કરી હતી.
પ્રમુખઃ એન. જે. પટેલ ઉપપ્રમુખઃ કિશોર સખીયા
સેક્રેટરી : જી. એલ. રામાણી વિગેરે રજૂઆતમાં સાથે જોડાયા હતા
આ ઉપરાંત પ્રાંત અધિકારી સમક્ષની રજૂઆતમાં બી.સી.જી. કો ઓપ્ટ મેમ્બર સી. એચ. પટેલ, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, નરેશ દવે, રાજભા ઝાલા, ડી. ડી. મહેતા, વિજય ભટ્ટ, શૈલેશ ભટ્ટ, આર. ડી. દવે, યતીન ભટ્ટ, હેમંત ભટ્ટ, હિતેશ મહેતા, વિજય વ્યાસ, કેતન ગોસલિયા, આર.ડી.ઝાલા, સુરેશ ગોવાણી, ભાવેશ રંગાણી, જયભારત ધામેચા, આનંદ જોશી, કેતન જેઠવા, નિલય ડેડાનીયા, નિલેશ જસાણી, દિવ્યેશ છગ, બી.એમ.પટેલ, જયેશ પટેલ, પ્રણવ જોશી, ધવલ ત્રિવેદી, પ્રણવ પટેલ, અંજના ખૂંટ, તળપ્તિબેન પૌરાણા, હિનાબેન પરમાર, યોગેશ સોમમાણેક, અશ્વિન શેખલીયા, એમ.કે.જાડેજા, લલિત કાલાવડિયા, જગદીશ સોરઠીયા, હેમાંશુ શીશાંગીયા, રાકેશ કોઠીયા, જીજ્ઞેશ ડોડીયા, ધનરાજ સાવલિયા, બિપિન ટાંક, રવિ વણપરીયા, હિતેશ જોષી, મહેશ સખીયા, ભરત ગંડેચા, કિરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, આનંદ પરમાર, નરેન્દ્ર અનડકટ, બડુ યાહ્યા, સબિર બાવાણી, રૂપેશ અનડકટ, મનસુખ સાકરિયા, ભાવિક આંબલિયા, આશિષ ડોબરિયા, હિરેન ડોબરિયા, કિરીટ ચોવટિયા, મનોજ સોજીત્રા, દિવ્યેશ શેઠ, અશ્વિન કાનાણી, અશોક ત્રાંબડીયા, કરણસિંહ ડાભી, મહેશ ચાવડા, હરેશ સોરઠીયા, કેસૂર વારોતરિયા, સંદીપ વેકરીયા, અમિત વેકરીયા, હરેશ સોરઠીયા, વિવેક લીંબાસીયા, મુકેશ ત્રાંબડીયા, નંદકિશોર પાનોલા, ભાવેશ બાંભવા, ભાવિક મેતા. વિગેરે રજૂઆતમાં સાથે જોડાયા હતા.
(2:43 PM IST)










