News of Monday, 18th May 2026
તત્કાળ ગુનો નોંધવાની માંગણી સાથે મૃતદેહો સ્વીકારવાનો ઇન્કાર

રાજકોટઃ મનસુખભાઇ અને અલ્પેશભાઇના મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જો કે કોઝ ઓફ ડેથનો રિપોર્ટ પેન્ડીંગ રખાયો છે. અઠવાડીયા દસ દિવસ પછી પ્રાથમિક રિપોર્ટ આવે એ પછી પોલીસ આગળ કાર્યવાહી કરશે. પરંતુ મૃતકોના સગા સ્વજનોએ તત્કાળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની માંગણી કરી મૃતદેહ સંભાળવનો ઇન્કાર કરતાં પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક વિભાગના તબિબોએ તેમને સાચી વિગતો સમજાવી હતી. તસ્વીરમાં મૃતકોના કુટુંબીજનો જોઇ શકાય છે.
(3:07 PM IST)










