<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

રણછોડદાસજી આશ્રમના ખાતમુહૂર્તની અલભ્‍ય તસ્‍વીર

 

રાજકોટ : લોકસેવા અને ધાર્મિક આસ્‍થાના કેન્‍દ્ર કુવાડવા રોડ પરના પૂ. રણછોડદાસબાપુ આશ્રમનું ભૂમિ પૂજન ૧૯૭૧ની સાલમાં થયું હતું. આ પ્રસંગની અલભ્‍ય તસ્‍વીરમાં ભૂમિ પૂજન કરતા હરજીવનભાઇ (હજુભાઇ) મંગળજીભાઇ નથવાણી દર્શાય છે. હરજીવનભાઇ પૂ. રણછોડદાસજીના અંતરંગ સેવક હતા. રાજકોટના વિજ્ઞાપન જગતના મહારથી સપ્‍પી પબ્‍લિસીટીવાળા મહેશભાઇ નથવાણી કહે છે કે, સમારા પિતાશ્રી ગુરૂભાઇઓ તથા સગા-સબંધીઓમાં હજુભાઇના નામથી ઓળખાતા હતા. તેઓ બાળપણથી જ પૂ. સદ્દગુરુદેવ સાથે વધારે સમય પસાર કરતા હતા. ૪૯ વર્ષ પૂર્વે કુવાડવા રોડ સ્‍થિત પૂ. રણછોડદાસ બાપુ આશ્રમનું નવ નિર્માણ થયું ત્‍યારે મારા પિતાશ્રીને ભૂમિપૂજનની તક મળી હતી. આ તસ્‍વીરમાં મારા માતા-પિતા સાથે નાનો ભાઇ સંજય - જેનું નામ ગુરૂદેવશ્રીએ ચક્રપાણી નામ આપેલું. તેમ મહેશભાઇ નથવાણી (મો. ૯૮ર૪ર૬૮૧૬૮) જણાવે છે.

(2:14 PM IST)